મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

શરદ પવારનો ખુલાસો

PM મોદીએ દીકરી સુપ્રિયાને મંત્રી બનાવવાની ઓફર આપી હતી

પી.એમ. મોદીએ રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર ક્‍યારેય નહોતી આપી

મુંબઈ, તા.૩: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના  સુપ્રીમો શરદ પવારે કહ્યું કે વડાપ્રધાન મોદીએ સાથે મળીને સરકાર રચવા આમંત્રણ આપ્‍યું હતું. જોકે, તેમણે એમના પ્રસ્‍તાવને ફગાવ્‍યો હતો. એક મરાઠી ટીવી ચેનલને આપેલા ઇન્‍ટરવ્‍યૂમાં પવારે જણાવ્‍યું હતું કે વડાપ્રધાન મોદીએ ક્‍યારેય રાષ્ટ્રપતિ બનાવવાની ઓફર કરી નથી.

શરદ પવારે કહ્યું હતું કે ‘વડાપ્રધાન મોદીએ ક્‍યારેય રાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્‍તાવ આપ્‍યો નહતો. જોકે, તેમણે દીકરી સુપ્રિયાને કેન્‍દ્રમાં મંત્રી બનાવવાની ઓફર કરી હતી. ‘શરદ પવારે આ વાત શોશિયલ મીડિયાની અટકળો અને સરકારની રચનાની સંભાનાઓના સવાલ પર કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, ‘મારા માટે સાથે કામ કરવું ક્‍યારેય શક્‍ય નહોતું. વડાપ્રધાન મોદીએ સાથે કામ કરવાનો પ્રસ્‍તાવ આપ્‍યો હતો. મેં જણાવ્‍યું હતું કે આપણા વ્‍યક્‍તિગત સંબંધો ખૂબ સારા છે પરંતુ મારા માટે સાથે કામ કરવું શક્‍ય નથી.'

શરદ પવારે જણાવ્‍યું કે ‘અજિતના પગલાંથી પરિવાર ખુશ નહોતું. મેં તેને જણાવ્‍યું હતું કે તેણે જે પગલું ભર્યુ છે તે ક્ષમ્‍ય નથી. જે કોઈ પણ આવું કરશે તેણે પરિણામ ભોગવવું પડશે અને તેમાં પણ અપવાદ નથી.'

વડાપ્રધાન મોદી અનેક વાર શરદ પવારની પ્રસંશા કરી ચુક્‍યા છે. તેમણે તાજેતરમાંજ લોકસભાના સદનમાં જણાવ્‍યું હતું કે તમામ દળોએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પાસેથી શીખ લેવી જોઈએ. શરદ પવારે જણાવ્‍યું હતું કે ૨૮મી નવેમ્‍બરે અજિત પવારને શપથ ન લેવડાવાનો નિર્ણય જાણી જોઈને લેવામાં આવ્‍યો હતો'

(10:51 am IST)