મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

આજથી ટેલિકોમ યુઝરે કોલ-ઇન્ટરનેટ માટે પ૦% વધારે રકમ ચૂકવવી પડશે

તમામ કંપનીઓએ ટેરિફ રેટ વધાર્યાઃ જિયો છઠ્ઠીએ ઓલ ઇન-વન પ્લાન લાવશે

નવી દિલ્હી તા. ૩ : ફ્રી અનલિમીટેડ કોલ અને સસ્તું ઇન્ટરનેટ યુઝ કરનારા યુઝર્સને ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ફટકો પડયો છે. દેશમાં મોબાઇલ કોલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે હવે પ૦ ટકા વધારે રક ચુકવવી પડશે. ટેલિકોમ ક્ષેત્રમાં ટેરિફ યુધ્ધ સાથે સરકારી રકમની ચુકવણીને લીધે પ્રાઇવેટ ટેલીકોમ કંપની ભારતીય એરટેલ, વોડાફોન આઇડીયા અને જિયોએ નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે.

એરટેલ અને વોડાફોન આઇડીયાનો નવો ટેરિફ પ્લાન મંગળવારે રાતે ૧ર વાગ્યાથી લાગુ પડશે. જિયો કંપની એનો નવો ટેરિફ પ્લાન ૬ ડિસેમ્બરથી અમલી બનાવશે.

છેલ્લા પાંચ વર્ષમાં પ્રથમ વખત પ્રિપેઇડ પ્લાનના દરમાં વધારો કરવામાં આવ્યો છે.  ર૦૧૪ થી મોટા ભાગના નેટવર્ક પર વોઇસ કોલની સુવિધા લગભગ મફત બની હતી અને સાથે જ ડેટાની કિંમત આશરે ૯પ ટક ઘટીને ર૬૯ પ્રતિ જીબીથી ઘટીને ૧૧.૭૮ રૂપિયા પ્રતિ જીબી થઇ હતી.

ભારતીય એરટેલ અને વોડાફોન આઇડીયાએ પ૦ ટકા વધારે કિંમત સાથે અનલીમીટેડ કેટેગરીમાં નવા રેટ સાથે ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. આ તમામ પ્લાનને હાલમાં ચાલી રહેલા પ્લાન સાથે બદલવામાં આવશે.

૩ ડીસેમ્બરથી એરટેલ અને વોડાફોન આઇડીયા બન્ને કંપનીના પ્રિપેઇડ ગ્રાહકોએ ૪ અઠવાડીયા સુધી મોબઇલથી કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરવા માટે મિનીમમ ૪૯ રૂપિયાનો ખર્ચ કરવો પડશે. બન્ને કંપનીએ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે મર્યાદા પણ નકકી કરી છે. ર૮ દિવસની વેલિડીટીવાળા પ્લાનમાં ૧૦૦૦ મીનીટ, ૮૪ દિવસના પ્લાનમાં ૩૦૦૦ મીનીટ અને ૩૬પ દિવસના પ્લાન પર ૧ર,૦૦૦ મીનીટની કોલિંગની સુવિધા મળશે.

(10:31 am IST)