મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ભાજપની સરકારે ઉદ્યોગપતિઓને જમીનની લ્હાણી કરી :કોંગ્રેસની સરકાર આવ્યા બાદ ખેડૂતોનું દેવું માફ કરીશું.

ઝારખંડના સિમડેગામ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરીવાર ભાજપ સરકારને ઉદ્યોગપતિઓની સરકાર ગણાવી આકરા પ્રહાર કર્યા હતા  ઝારખંડના સિમડેગામાં ચૂંટણી સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લીધી હતી  રાહુલ ગાંધીએ જણાવ્યું કે જ્યાં પણ ભાજપની સરકાર છે ત્યાં ઉદ્યોગપતિઓને જમીનોની લ્હાણી કરવામાં આવે છે.

પરંતુ ખેડૂતો જે માંગણી કરી રહ્યા છે તે તેમને ક્યારેય આપવામાં આવતું નથી. છત્તીસગઢમાં પણ ભાજપ સરકારે આદિવાસીઓની જમીન છિનવી લીધી અને તેને ઉદ્યોગપતિઓને આપી દીધી. પરંતુ જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તો ખેડૂતોને તેમની જમીન પરત કરી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં પણ કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યાં અમે ખેડૂતોને દેવા માફીનો વાયદો પૂર્ણ કર્યો છે

   આ જ વાયદો હું ઝારખંડના લોકો માટે પણ કરું છું. ઝારખંડમાં સત્તામાં આવ્યા બાદ અમે ખેડૂતોનું દેવું માફ કરીશું

(12:00 am IST)