મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd December 2019

ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકોને હશે ગંભીર બીમારી:WHOનો ચોંકાવનારો રિપોર્ટ

ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ

 

નવી દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ દુનિયાભરના તમામ દેશોના લોકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઘટાડવા સલાહ આપી છે. WHOના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2020 સુધીમાં અંદાજે 35 કરોડ લોકોને ગંભીર બીમારીઓથી ગ્રસિત હશે.

   WHO રિપોર્ટમાં ખાંડ, નમક અને તેલનો ઉપયોગ ઓછો કરવાની સલાહ પણ આપી છે. વસ્તુઓનો વધારે ઉપયોગ કરવાથી વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ, સ્થૂળતા, હાઈપરટેંશન, હાર્ટ એટેક અને કિડની સંબંધીત જીવલેણ બીમારીઓ થઈ શકે છે.

   WHO અનુસાર એક વયસ્ક વ્યક્તિએ દિવસભરમાં માત્ર 6 ચમચી ખાંડનું સેવન કરવું જોઈએ. ઉપરાંત દિવસનું 1 ચમચી નમક અને 4 ચમચી તેલનો ઉપયોગ 1 દિવસના ખોરાકમાં થયેલો હોવો જોઈએ. ઈંડિયન મેડિકલ એસોસિએશનના રિપોર્ટ અનુસાર ભારતમાં એક વ્યક્તિ સરેરાશ એક દિવસમાં 16થી 20 ચમચી ખાંડ અને 2થી 3 ચમચી નમક અને 8 ચમચી તેલ ગ્રહણ કરે છે. આંકડા ચિંતાજનક છે.

 

(11:49 pm IST)