મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd November 2021

દેશની હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ ઓગસ્ટ 2021 સુધીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 1.38 કરોડથી વધુ કેસ નિપટાવ્યા : દિલ્હીની અદાલતોએ કુલ કેસના 17 ટકા તથા અલ્હાબાદની અદાલતોએ 13.8 ટકા કેસોનો નિકાલ કર્યો : સુપ્રીમ કોર્ટ ઈ-કમિટી ન્યૂઝ લેટરનો અહેવાલ


ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ ઈ-કમિટી ન્યૂઝલેટરના અહેવાલ મુજબ હાઈકોર્ટ અને નીચલી અદાલતોએ March 2020થી ઓગસ્ટ 2021 સુધીમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 1.38 કરોડથી વધુ કેસ નિપટાવ્યા હતા. જે પૈકી દિલ્હીની અદાલતોએ કુલ કેસના17 ટકા તથા અલ્હાબાદની અદાલતોએ 13.8 ટકા કેસોનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ ત્રીજા ક્રમે પટનાની અદાલતોએ 9.86 ટકા કેસોનો નિકાલ કર્યો હતો.

 ભારતની સર્વોચ્ચ અદાલતની ઇ-કમિટી દ્વારા જારી કરવામાં આવેલઑગસ્ટ 2021ના ન્યૂઝલેટર મુજબ 25 ઉચ્ચ અદાલતોએ રોગચાળાની શરૂઆતથી ઓગસ્ટ સુધીમાં 48,60,500 કેસોની કાર્યવાહી કરી, જયારે જિલ્લા અદાલતોએ 89,57,395 કેસોનું સંચાલન કર્યું હતું.

રિપોર્ટમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે 22 હાઈકોર્ટમાં ઈ-સેવા કેન્દ્રો કાર્યરત છે જ્યારે તે હજુ પણ 5 હાઈકોર્ટ - કલકત્તા, જમ્મુ અને કાશ્મીર, મણિપુર, તેલંગાણા અને ઉત્તરાખંડ કાર્યરત નથી. જિલ્લા અદાલતોની વાત કરીએ તો, 8 રાજ્યોએ હજુ સુધી ઈ-સેવા કેન્દ્રો લાગુ કરવાના બાકી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:06 pm IST)