મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd November 2021

બુરખાને બદલે જીન્સ પહેરીને આવેલી યુવતિને દુકાનમાંથી હાંકી કઢાઇ

આસામની ઘટના : ફરિયાદ કરવા ગયેલા યુવતિના પિતા સાથે દુકાનદારે મારપીટ કરી

ગુવાહાટી,તા. ૩ : આસામના વિશ્વનાથ જિલ્લામાં એક દુકાનના માલિકે એક યુવતિ સાથે કથિત રીતે દુવ્યવહાર કર્યો અને તેણીને પોતાના સ્ટોરમાંથી બહાર કાઢી મૂકી હતી કારણે કે તેણે બુરખો નહીં પરંતુ જિન્સ પહેરી રાખ્યો હતો. આ ઘટના વિશ્વનાથ ચરિયાલીમાં એક મોબાઇલ ફોનની દુકાનના સ્ટોરમાં બની, જ્યાં યુવતિ ઇયરફોન ખરીદવા આવી હતી.

દુકાનના માલિક નુરૂલ અમીને ફકત તેને સામાન આપવાનો ઇન્કાર કર્યો, એટલું જ નહીં તેણીને બુરખાને બદલે જિન્સ પહેરવાના મુદ્દે શરમજનક સ્થિતીમાં મૂકી હતી. ત્યારબાદ યુવતિને દુકાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, યુવતિએ કહ્યુ કે 'હું જ્યારે દુકાન પહોંચી, તો દુકાનદાર-જે એક વૃધ્ધ વ્યકિત છે, તેમણે મારી સાથે દુવ્યવહાર કરી અન મને ફરી દુકાને નહીં આવવા કહ્યું પછી તેમણે મને દુકાનમાંથી બહાર જવા કહ્યું હતું.

આ વૃધ્ધ વ્યકિત પોતાના ઘરની દુકાન ચલાવે છે અને તેના પરિવારના કોઇ પણ વ્યકિતએ તેની સાથેના દુવ્યવહાર પર વાંધો લીધો નહીં, આ વૃધ્ધ વ્યકિતએ મને કહ્યું જો તું જિન્સ પહેરીને મારી ઘરે (દુકાન) આવે છે તો તેની અસર મારા પરિવાર પર પડશે. '

બાદમાં યુવતિએ આખી ઘટના જાણ પોતાના માતા-પિતાને કરી હતી. યુવતિના પિતા દુકાન માલિકના વ્યવહાર પર ફરિયાદ કરવા ગયા હતા પરંતુ એ દુકાન માલિકીના પરિવારે યુવતિના પિતા સાથે મારપીટ કરી હતી. યુવતિએ દાવો કર્યો કે વૃધ્ધ વ્યકિતના બે પુત્રોએ પણ મારી સાથે ગેરવર્તુણક કરી અને હુમલો કર્યો હતો.

(9:52 am IST)