મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd September 2019

કાશ્મીર ઘાટીના 90 ટકા હિસ્સામાં દિવસનો પ્રતિબંધ સંપૂર્ણ હટાવી દીધો

જમ્મુ અને લદ્દાખમાં મોબાઈલ અને લેન્ડલાઈન સેવા અને મેડિકલ અને પરિવહન સેવા શરૂ

શ્રીનગર : જમ્મૂ-કાશ્મીરનાં પ્રધાન સચિવ રોહિત કંસલે  જણાવ્યુ હતુકે, ઘાટીનાં 90 ટકા હિસ્સામાં દિવસનાં સમયનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. કંસલે કહ્યુ હતુકે, કાશ્મીર ઘાટીમાં 111 પોલીસ થાના ક્ષેત્રમાં દિવસના સમયનો પ્રતિબંધ 92 થાના ક્ષેત્રોમાંથી પુરી રીતે હટાવી દેવામાં આવ્યો છે.

આવી રીતે 90 ટકા હિસ્સામાં દિવસનાં સમયનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ અને લદ્દાખમાં મોબાઈલ અને લેન્ડલાઈન સેવા પર લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મેડિકલ અને પરિવહન સેવાને ફરીવાર શરૂ કરવામાં આવી છે.

મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં મોબાઈલ, ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારે જમ્મુ અને લદ્દાખમાં સ્થિતિની સમીક્ષાના આધારે આ તમામ પ્રતિબંધને ફરીવાર હટાવવામાં આવી રહ્યા છે.

(12:39 pm IST)