News of Monday, 3rd September 2018
અમેરિકામાં એકસરખા ચહેરા હોવાના કારણે ૧૭ વર્ષ જેલવાસ વેઠયો!!
અમેરિકામાં એક સરખા ચહેરા હોવાના કારણે અમેરિકાની એક જેલમાં ૧૭ વર્ષ જેલ ભોગવનાર રિચર્ડ જોંસ નામની વ્યકિતએ કંસાસ રાજય પાસેથી ખોટી રીતે સંડોવવાના કારણે ૭.૮ કરોડ માગ્યા છે. ૪૨ વર્ષીય જોંસ કહે છે એક ગુન્હેગાર જેવો ચહેરો હોવાના કારણે મને ખોટી રીતે ગુનેગાર ગણવામાં આવ્યો હતો. તેણે કહયું મારા જીવનનો જે અમુલ્ય સમય હતો તે હવે મને પાછો નહીં મળે.(૧.૨૫)
(4:47 pm IST)