મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

અમેરિકી ગાયક એરીયાના સાથે છેડછાડ મામલે બિશપ ચાર્લ્સે માફી માંગી

અમેરિકી ગાયક અરીતા ફ્રૈેકલીનની અંતિમ વિધિ પહેલા મળેલી સભામાં અમેરિકી ગાયક એરીયાના ગ્રેડેની સાથે ભુલથી છેડછાડ થયેલી આ મામલે બિશપ ચાર્લ્સ એચ. એલીસે માફી માંગી છે. બિશપે કહયું કે મારો કોઇ બદઇરાદો ન હતો. કદાચ મે આ મામલે સીમા ઓળંગી હોય તો અથવા વધારે મિત્રતા થઇ હોય એમ લાગે છે. છતાં ફરીને હું માફી માંગુ છું.(૧.૨૫)

(4:46 pm IST)