મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

ટીવી ડીબેટમાં મૌલવીને પીટનાર વકીલ ફરાહ ફૈઝે ધર્મ બદલી લક્ષ્મી બની

ત્રણ તલ્લાક મુદ્દે લાઈવ ડીબેટમાં મુલવીને પીટનાર સુપ્રીમ કોર્ટના વકીલ ફરાહ ફૈઝે ધર્મ પરિવર્તન કરીને હવે 'લક્ષ્મી બની ગઈ

નવી દિલ્હી :ત્રણ તલ્લાક અને હલાલા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડતી મહિલા વકીલ ફરાહ ફૈઝ જે ટીવી ડીબેટમાં દરમિયાન મૌલવીને પીટ્યો હતી તેણીએ દેવબંધમાં પોતાનો ધર્મ પરિવર્તન કરી લીધું છે હવે ફરાહ ફૈઝ લક્ષ્મી બની ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ ધર્મ પરિવર્તન બાદ તેણીએ કહ્યું કે આપણા પૂર્વજો શ્રત્રિય હતા એટલા માટે એકવાર ફરીથી પોતાના ધર્મમાં પાછી ફરી છું

 આ વેળાએ ફરાહે દારુલ ઉલુમ અને મુસ્લિમ પર્શનલ લો બોર્ડ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે આ દેશ શરિયતથી પરંતુ સવિધાનથી ચાલશે શરિયતના નામ પર મુસ્લિમ મહિલાઓના હક્ક મારી નખાય છે જબરજતીથી શરિયત થોપવાવાળા પર દેશ દ્રોહનો કેસ ચલાવવો જોઈએ ,મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ ડરું ઉલુમની પ્રોડક્ટ છે આજે મુસ્લિમો કટ્ટરપંથી ઇચ્છતા નથી કે દેશમાં ત્રણ તલ્લાક બિલ લાગુ થાય,તેઓને દર છે કે જો આ બિલ લાગુ થઇ જશે તો હલાલા,ચાર શાદી અને ફતવાની દુકાનો બંધ થઇ જશે પરંતુ આ બિલ લાગુ થવાથી મુસ્લિમ સમાજનું ભલું થશે સાથે તેણીએ દારુલ ઉલુમ પર પોતાના પર હુમલાનો આરોપ લગાવ્યો હતો

  અત્રે ઉલ્લેખનીય છે કે ટીવી ચેનલ જી હિન્દુસ્તાનની લાઈવ ડિબેટના કાર્યક્રમમાં ત્રણ તલ્લાક પર વાતચીત ચાલી રહી હતી યુપીના બરેલીની નિદાખાન વિરુદ્ધ મૌલવીઓ તરફથી જાહેર ફતવા પર ચર્ચા દરમિયાન મૂળાના એજાજ ર્કાસ્મી ઉગ્ર થઇ ગયા હતા તે ફરાહ પર ભડકી ગયા હતા બન્ને વચ્ચે તીખી રકઝક થવા લાગી હતી અચાનક મુફ્તીએ ફરાહ પર હાથ ઉઠાવી લીધો હતો ત્યારબાદ ફરાહે પણ હાથ ઉપાડ્યો હતો

(1:11 pm IST)