મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર : નોર્થ ટેક્સાસમાં ભૂખ્યા બાળકો તથા સિનિયરોની વહારે ઇન્ડિયન અમેરિકન સંગઠનો : NTFB, IAC,સહિતની સંસ્થાઓએ સેંકડો લોકોને ભોજન પૂરું પાડયું : ઇન્ડિયન અમેરિકન નોર્થ ટેક્સાસ ફુડ બેન્કની પ્રશંશનીય કામગીરી

ટેક્સાસ : ટેક્સાસમાં વસતા ભારતીય મૂળના લોકો સંચાલિત નોનપ્રોફિટ સંગઠનોએ ભૂખ્યા જનોના જઠરાગ્નિને શાંત કરવા પ્રશંશનીય કામગીરી કરી બતાવી છે.જે મૂજબ ઇન્ડિયન અમેરિકન શ્રી રાજ તથા સુશ્રી આરાધના આસવા સ્થાપિત ફુડ બેન્ક દ્વારા 2 મિલિયન જેટલા લોકો જમી શકે તેટલું ફુડ તથા રોકડ રકમ એકત્રિત કરી દીધી છે.આ સત્કાર્યમાં NTFB, IAC સહિતના સંગઠનોએ પૂરતી મદદ કરી હતી.આ ઝુંબેશ હંગર હટાવો વીક દરમિયાન કરાઈ હતી

(12:55 pm IST)