મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

તેલંગાણામાં ટીઆરએસની મેગા રેલીઃ ખેડૂતો પર કેશ ગિફટની વર્ષા, શું સીએમ કેસીઆર વહેલી ચૂંટણીઓની તેૈયારી કરી રહયા છે?

મુખ્ય પ્રધાને વિશાળ રેલીમાં ખેડૂતો માટે સીધા કેશ ટ્રાન્સફર સ્કીમ સહિત દરેક ક્ષેત્ર માટે મહત્વી જાહેરાતો કરી, આ યોજના હેઠળ ખેડૂતોને દરેક સીઝનમાં એકરદિઠ ૪,૦૦૦ રૂપિયા મળશે. આ સ્કીમ માટે ફાળવાયેલા ૧૨,૦૦૦ કરોડ રૂપિયા માંથી ૬,૦૦૦ કરોડ રૂપિયા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઇ ગયા

હૈદરાબાદ તા.૬: તેલંગાણાના લોકોના મનમાં મોટો પ્રશ્ન છે કે શું રાજય વિધાનસભાનું વિસર્જન કરીને મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ વહેલા ચૂંટણીઓ યોજશે કે નહીં? વિશાળ જાહેર સભા પહેલા કેબિનેટની બેઠક યોજાતા તેલંગાણામાં વહેલી ચૂંટણીઓની અટકળોએ વેગ પકડયો હતો. ચંદ્રશેખર રાવ વિધાનસભાનું વિસર્જન કરીને વહેલા ચૂંટણીઓ યોજવાના નિર્ણયની જાહેરાત કરી શકે છે, એવી લોકો અટકળો કરી રહયા હોવાનું સુત્રોએ જણાવ્યુંં છે. જો મેગા રેલીમાં આ જાહેરાત કરવામાં નહી આવે તો પણ આ બિલકુલ સ્પષ્ટ છે કે કેસીઆર ૨૦૧૮ના અંત પહેલા રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની તેયારીઓ કરી રહયા છે. મુખ્ય પ્રધાને વિશાળ રેલીમાં ખેડૂતો માટેસીધા કેશ ટ્રાન્સફર સ્કીમ સહિત દરેક ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને દરેક સીઝનમાં એકરદિઠ ૪,૦૦૦ રૂપિયા મળશે. રવિ સીઝન પહેલા રાજય સરકાર હવે ખેડૂતોના ખાતામાં કેશ  ટ્રાન્સફર કરી શકશે. આ સ્કીમ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ૬,૦૦૦ કરોડ રૂપિયા જમા થઇ ગયા છે. કેસીઆરએ તલંગાણાના ખેડૂતો માટે વીમા યોજનાની પણ જાહેરાત કરી છે. ૨૦૧૪ની ચૂંટણીઓ દરમિયાન આપેલા વચનો પુરા કરવાના એક ભાગરૂપે મુખ્યપ્રધાને ખેડૂતોની એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરી દીધી છે. મુખ્યપ્રધાનના આ પગલાથી છેલ્લા ચાર વર્ષમાં સરકારી તીજોરી પર ૧૭ હજાર કરોડ રૂપિયાનો બોજો પડયો છે. રાજકીય સુત્રોએ જણાવ્યું કે તેલંગાણામાં વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગો માટે પેન્શન યોજના વિસ્તૃત બનાવવાની પણ કેસીઆરની યોજના છે.(૧.૨૨)

(12:23 pm IST)