મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

જેટલી સામે બેઠા છે, હું જે કહીશ તે નાણામંત્રીને સારું નહી લાગેઃ ઉપરાષ્ટ્રપતિ નાયડુ

નવીદિલ્હી તા.૬: ઉપરાષ્ટ્રપતિ અને રાજયસભાના ચેરમેન વેંકેૈયા નાયડુએ તેમના પુસ્તકના વિમોચન પ્રસંગે કહયું કે, કૃષિક્ષેત્રને લગાતાર સહાય કરવાની જરૂર છે. નાણામંત્રી અહી બેઠેલા છે. કદાચ તેમને નહીં ગમે. તેમ છતાં આવનારા સમયમાં કૃષિક્ષેત્રેવધુ ધ્યાન આપવું પડશે. નહીંતર લાભ ન થતા ખેડૂતો ખેતી છોડી દેશે. નાયડુએ કહયું કે, સંસદની કાર્યશૈલી અંગે નારાજ છું. જે રીતે કામ કરવું જોઇએ તેવું નથી થતું. બાકી ક્ષેત્રે આપણે આગળ છીએ. આર્થિક મોરચે ગોૈરવ લેવું છે. વડાપ્રધાન મોદીએ કહયું કે, અટલજીના મંત્રીમંડળના નાયડુએ ગ્રામીણ વિકાસ મંત્રાલય સંભાળ્યું હતું. તેઓ દિલથી ખેડૂત છે. પુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંગે કહયું કે, નાયડુ તેમના અનુભવોથી આગળ આવ્યા. જે તેમના એક વર્ષના કાર્યકાળમાં જોવા મળ્યું. પરંતુ હજુ ઘણું બધું કરવાનું છે. તેમણે શાયરી કહી... સિતારોં કે આગે જહાં ઓૈર ભી હેૈ, અભી ઇશ્ક કે ઇમ્તેહાં ઓૈર ભી હૈ. ઉપરાષ્ટ્રપતિએ લખેલ પુસ્તક 'મુવિંગ ઓન મુવિંગ ફોરવર્ડ એ ઇયરની ઓફિસ' નું વડાપ્રધાન મોદીએ વિમોચન કર્યું હતું. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન નાણામંત્રી જેટલી હાજર રહ્યા હતા.(૧.૨૩)

 

(12:22 pm IST)