મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

ઇઝરાયેલે તેના દુશ્મનોના સફાયા માટે પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ધમકી આપી

તેલ-અવીવ તા.૩: ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ તેમના ગુપ્ત પરમાણુ મથકની મુલાકાત સમયે ધમકી આપી હતી કે પરમાણુ શસ્ત્રો વડે તેઓ દુશ્મનોનો સફાયો કરશે. તેમણે મૌત તોડી કહ્યું કે, હવે ઘણા બધાને ખબર પડશે કે ઇઝરાયેલ પાસે પરમાણુ શસ્ત્રો છે. લીકુડ  નેતાઓ ચેતવણી આપી હતી કે તેની પાસે દુશ્મનોનો નાશ કરવાના સાધનો છે. જે લોકો અમારો સફાયો કરવા માગે છે તેઓ પોતે જ જોખમમાં મૂકાઇ જશે. તેઓ કોઇપણ સંજોગોમાં તેમનો લક્ષ્યાંક પ્રાપ્ત કરી નહીં શકે.(૨.૩)

(12:21 pm IST)