મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

પત્નીના અત્યાચારથી પીડાઈ રહેલા પુરુષોની વહારે ભાજપ સાંસદ હરિનારાયણ રાજભર : પત્ની પીડિત પુરુષો માટે અલગ આયોગની માંગ કરી

ન્યુદિલ્હી : ભાજપ સાંસદ હરિનારાયણ રાજભરએ પત્ની પીડિત પુરુષો માટે અલગ આયોગની રચનાની માંગ  ઉઠાવી છે.તેમણે જણાવ્યું હતું કે જે રીતે પુરુષોના અત્યાચારથી પીડાતી પત્નીઓ માટે આયોગ છે.તે જ રીતે પુરુષો માટે પણ અલગ આયોગ હોવું જોઈએ કારણકે પત્નીથી પીડાતા પુરુષોની સંખ્યા વધી રહી હોવાના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.

(12:09 pm IST)