મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

કેરળમાં પૂરપ્રકોપ બાદ રોગચાળાએ ભરડો લીધો :43 લોકોના મોત

રવિવારે રેટ ફિવર અને લેપ્ટોસ્પાઈરોસિસથી 10 લોકોના મોત: 350 લોકોએ રેટ ફિવરની ફરિયાદ

કેરળમાં પૂરપ્રકોપ બાદ રાજ્યમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે બીમારીના કારણે અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. જેમા રવિવારે રેટ ફિવર અને લેપ્ટોસ્પાઈરોસિસથી 10 લોકોના મોત નિપજ્યા. હતા પૂર બાગ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો ફાટી નિકળ્યો છે.

કેરળના સ્વાસ્થય પ્રધાન કુમારી શૈલજાએ જણાવ્યુ કે, રાજ્ય સરકારે લોકોને એલર્ટ રહેવાના આદેશ આયા છે. કેરળમાં 350 લોકોએ રેટ ફિવરની ફરિયાદ કરી છે. આ તમામ લોકોની સારવાર રાજ્યના અલગ-અલગ સારવાર કેન્દ્રોમાં કરવામાં આવી રહ્યો છે.

લેપ્ટોપારોસિસ નામની બીમારી ઉંદર સહિત સસ્તનધારી પ્રાણીઓના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે.   રાજ્યમાં બીમારી ફેલાય તે પહેલા સરકારે સારવાર કેન્દ્રમાં સારવાર માટે યોગ્ય વ્યવસ્થાનુ નિર્માણ કરવાના આદેશ આપ્યા છે.

(12:07 pm IST)