મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવેનો હમણા વિધાનસભા ભંગ નહીં કરવા નિર્ણયઃ 5 સપ્ટેમ્બરના વિધાનસભા ભંગ અંગે નિર્ણય જાહેર કરે તેવી સંભાવના

તેલંગાણાઃ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે રવિવારે જણાવ્યું હતું કે તેઓ રાજ્યની વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય ટૂંક સમયમાં લેશે અને રાજ્યમાં વહેલા ચૂંટણી થશે. તેલંગાણા વિધાનસભાની ચૂંટણી સામાન્ય રીતે આગામી એપ્રિલ-મેમાં યોજાનાર છે.

રાવે હૈદરાબાદ નજીક આવેલા કોંગરા કલાન ગામમાં એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, મારા તમામ કેબિનેટ મંત્રીઓ સહિત પક્ષના નેતાઓએ મને વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવા માટે સત્તા આપી છે. તમામ લોકો આતુરતાપૂર્વક તેની રાહ જુએ છે. હું યોગ્ય નિર્ણય લઈશ અને તમારી સમક્ષ જાહેર કરીશ.

ટીઆરએસના નેતાએ લોકોને અપીલ કરતા જણાવ્યું કે, તમે સત્તા પર ફરીથી ટીઆરએસને ચૂંટી કાઢો અને સારા કામને સમર્થન આપો. રાવે તેમની સરકારના છેલ્લા ચાર વર્ષની ઉપલબ્ધીઓ ગણાવી હતી. તેલંગાણાના સીએમે નિર્ણય લીધા વગર કેબિનેટ બેઠક પણ યોજી હતી. કેબિનેટે કેટલાક પડતર નિર્ણયોને મંજૂરી આપી હતી અને રાવને વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લેવા તેમજ વહેલા ચૂંટણી યોજવાની સત્તા આપી હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ રાવ 5 સપ્ટેમ્બરના વિધાનસભા ભંગ અંગે નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે.

(10:48 am IST)