મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

કેરળમાં પૂરપ્રકોપ બાદ રોગચાળાનો ભરડો :સંક્રામક બીમારીથી 15 લોકોના મોત

તુરુવનંતપુરમ :પૂરગ્રસ્ત કેરળમાં રવિવારે લેપ્ટોસ્પાયરોસિસથી એક મહિલાનું મોત થયું છે ત્યારબાદ ઉંદરથી ફેલાતી આ બીમારીથી મૃતકોની સંખ્યા 15 એ પહોંચી છે રાજ્યના આરોગ્યમંત્રી કે,કે,શૈલજાએ લોકોને આશ્વાશન આપતા કહ્યું કે લોકોને ખભરાવવાની જરૂર નથી,આ પહેલા જાનવરોથી માણસમાં ફેલાતી સંક્રમણથી આઠ લોકોના મોત નિપજ્યા હતા

   રાજ્યમાં લેપ્ટોસ્પાયરોસિસના 40 કેસ નોંધાયા છે કોઝીકોડમાં 28 મામલા નોંધાયા છે ,અલપ્પુઝા,ત્રિશૂર અને પથનામથીટ્ટામાં પણ મામલા નોંધાયા છે કોઝીકોડમાં સૌથી વધારે કેસ નોંધાતા એક વિશેષ વોર્ડ ખોલ્યો છે

(9:33 pm IST)