News of Monday, 3rd September 2018
‘આયુષ્માન ભારત’ની સૌપ્રથમ લાભાર્થી બની હરિયાણાની મૌસમી :કરનાલની હોસ્પિટલમાં નવજાત બાળકીને આપ્યો જન્મ
નવી દિલ્હી :કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી સ્વાસ્થ્ય યોજના ‘આયુષ્માન ભારત’ની સત્તાવાર જાહેરાતના બે દિવસ બાદ હરિયાણાના કરનાલ જિલ્લામાં રહેતી મૌસમી આ યોજનાની પ્રથમ લાભાર્થી બની છે. હરિયાણા સરકારે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ મૌસમીની સારવાર કરનાર હોસ્પિટલને 31 ઓગષ્ટે નવ હજાર રૂપિયાની ચૂકવણી કરી છે
. મૌસમીએ કરનાલના એક સરકારી હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપ્યો હતો.
હરિયાણા સરકારના પ્રવક્તા મુજબ, કરનાલ જિલ્લાના ધિસારપુરી ગામમાં રહેતી મૌસમી આ યોજનાની પ્રથમ લાભાર્થી બની છે. 17 ઓગષ્ટે મૌસમીએ ઓપરેશન દ્વારા એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીનો જન્મ કલ્પના ચાવલા મેડિકલ કૉલેજમાં થયો હતો.
(8:54 pm IST)