મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

૧૦ પૈકી ૭ કંપનીઓની મૂડી ૭૬૨૨૭ કરોડ વધી : રિપોર્ટ

આરઆઈએલની માર્કેટ મૂડીમાં તીવ્ર ઘટાડો થયો : માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ટીસીએસ પ્રથમ ક્રમાંક ઉપર હજુ અકબંધ : હવે માર્કેટ મૂડીને લઈને જોરદાર સ્પર્ધા જામી

મુંબઈ, તા.૨ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની દસ ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૬૨૨૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. આ ગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, એચયુએલ અને મારુતિ સુઝુકીના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો છે. જ્યારે બાકીની સાત કંપની ટીસીએસ, એચડીએફસી બેંક, આઈટીસી, એચડીએફસી, ઇન્ફોસીસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રાની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ૨૦૬૮૫.૨ કરોડ રૂપિયા વધીને ૫૫૯૮૮૮.૨૦ કરોડ થઇ ગઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડી ૧૩૭૮૩.૪૯ કરોડ વધીને ૭૯૫૬૫૪.૪૯ કરોડ થઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૧૩૧૨૫.૫૭ કરોડનો વધારો થયો છે. આવી જ રીતે આઈટીસી અને એસબીઆઈની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૧૧૫૦૬.૨૯ કરોડ અને ૭૬૩૦.૮૯ કરોડનો વધારો થયો છે જેથી બંનેની માર્કેટ મૂડી પણ ઉલ્લેખનીયરીતે વધી છે. કોટક મહિન્દ્રા અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં પણ વધારો થયો છે. બીજી બાજુ આરઆઈએલની માર્કેટ મૂડી છેલ્લા સપ્તાહમાં ૨૩૩૫૨.૩૪ કરોડ ઘટીને ૭૮૬૪૭૦.૬૬ કરોડ થઇ ગઇ છે. મારુતિની માર્કેટ મૂડીમાં પણ ઘટાડો થયો છે. માર્કેટ મૂડીની વાત કરવામાં આવે તો ટીસીએસ પ્રથમ ક્રમાંક પર અને આરઆઈએલ બીજા સ્થાને છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ ૩૯૩ પોઇન્ટ સુધરીને બંધ રહ્યો હતો. સેંસેક્સમાં સપાટી શુક્રવારના દિવસે ૩૮૬૪૫ નોંધાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શેરબજારમાં શુક્રવારે ફ્લેટ સ્થિતિ રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૪૫ પોઇન્ટ ઘટીને ૩૮૬૪૫ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ચાર પોઇન્ટ ઘટીને ૧૧૬૮૦ની નીચી સપાટીએ રહ્યો હતો. ઓઇલથી ટેલિકોમ સુધીના ક્ષેત્રમાં કારોબાર ધરાવનાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરમાં ૨.૭૫ ટકાનો ઘટાડો થયો હતો. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડવોરને લઇને આક્રમક વલણ અપનાવી રહ્યા છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ, તા.૨ : છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની૩ કંપનીઓની માર્કેટ મૂડી ઘટી છે. ૩ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. ઘટાડાની વાત કરવામાં આવે તો આંકડો ખુબ જ ઉલ્લેખનીયરીતે ઘટ્યો છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૨૩૩૫૨.૩૪

૭૮૬૪૭૦.૬૬

મારુતિ સુઝુકી

૧૯૯૮.૨૨

૨૭૪૮૦૯.૭૮

એચયુએલ

૧૪૫૮.૫૭

૩૮૪૨૨૪.૪૩

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા. ૨ : ભારતીય કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૭૬૨૨૭ કરોડ રૂપિયાનો વધારો થયો છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો થયો છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી રહી હતી. ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો હતો. આની સીધી અસર સ્થાનિક કંપનીઓ ઉપર થઇ હતી. છેલ્લા સપ્તાહમાં કઈ કંપનીઓની મૂડી વધી તે નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી

૨૦૬૮૫.૨

૫૫૯૮૮૮.૨૦

ટીસીએસ

૧૩૭૮૩.૪૯

૭૯૫૬૫૪.૪૯

ઇન્ફોસીસ

૧૩૧૨૫.૫૭

૩૧૪૫૨૩.૫૭

આઈટીસી

૧૧૫૦૬.૨૯

૩૯૦૩૬૩.૨૯

એસબીઆઈ

૭૬૩૦.૮૯

૨૭૫૬૩૫.૮૯

કોટક મહિન્દ્રા

૫૮૮૧.૩૪

૨૪૫૦૬૨.૩૪

એચડીએફસી

૩૬૧૪.૨

૩૨૬૬૫૨.૨૦

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(12:00 am IST)