મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

વિપ્રોએ હજુ સુધીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો

અમેરિકી કંપનીથી ૧.૫ અબજ ડોલરનો કોન્ટ્રાક્ટ : ડિલના ભાગરુપે ડિજિટલ સર્વિસ, હેલ્થ, માનવ સંશાધન તેમજ ઇલિનોઇસ સ્થિત કંપની માટે કામ કરવાનું રહેશે

મુંબઈ, તા. ૨ : ભારતની સોફ્ટવેર સર્વિસ નિકાસ કંપની વિપ્રો લિમિટેડે સૌથી મોટો કોન્ટ્રાક્ટ હાસલ કરી લીધો છે. અમેરિકા સ્થિત એલાઈટ સોલ્યુશન સાથે ૧.૫ અબજ ડોલરનો મહાકાય કોન્ટ્રાક્ટ મેળવી લીધો છે. કંપની દ્વારા આજે એક નિવેદન જારી કરીને આ મુજબની વાત કરવામાં આવી હતી. ડિજિટલ સર્વિસ માટે અમેરિકા સ્થિત એલાઇટ સોલ્યુશન એલએલસી સાથે આ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. ભારતની ટોચની આઈટી કંપનીઓ પૈકીની એક તરીકે આને ગણવામાં આવે છે. આ ડિલની અવધિ વેળા રેવન્યુ સ્વરુપે વિપ્રોને ૧.૫ અબજ ડોલરથી લઇને ૧.૬ અબજ ડોલરની રકમ મળશે. આ ડિલમાં હેલ્થ, માનવ સંશાધન અને ઇલિનોઇસ સ્થિત એલાઇટ સોલ્યુશન માટે ફાઇનાન્સનો પણ સમાવેશ થાય છે. જુલાઈ મહિનામાં બેંગ્લોર સ્થિત કંપનીએ કહ્યું હતું કે, તે એલાઇટ સોલ્યુશન ઇન્ડિયા ઓપરેશનની ખરીદી કરશે. રોકડમાં ૧૧૭ મિલિયન માટેની વાત થઇ હતી.

(12:00 am IST)