મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ લોકસભાની આગામી ચૂંટણી પહેલા શરુ થઈ જશે :રામ વિલાસ વેદાંતી

આ મામલામાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો કોઈ રોલ નથી. તે કોણ છે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવનાર? આ માટે સંઘર્ષ અમે કર્યો છે. વચ્ચે રવિશંકર ક્યાંથી આવ્યા

જયપુર :રામજન્મભૂમિ અયોધ્યા ન્યાસના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રામ વિલાસ વેદાંતિએ અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ લોકસભાની આગામી ચૂંટણી પહેલા શરુ થઈ જશે તેવી આશા વ્યકત કરી છે.

જયપુરમાં મિશન મોદી, અગેઈન પીએમ.અભિયાન માટે આવેલા વેદાંતિએ કહ્યુ હતુ કે શાંતિ સ્થાપવા માટે હિન્દુઓ અને મુસ્લિમોએ એક થવુ પડશે. જો પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ આ જ રીતે આગળ વધતા રહ્યા તો બહુ જલ્દી રામ મંદિર નિર્માણ શરુ થશે.

તેમણે કહ્યુ હતુ કે આ મામલામાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરનો કોઈ રોલ નથી. તે કોણ છે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવનાર?આ માટે સંઘર્ષ અમે કર્યો છે. વચ્ચે રવિશંકર ક્યાંથી આવી ગયા..  તેમણે કહ્યુ હતુ કે શિયા સમુદાયે તો પહેલા જ લખનૌમાં અથવા તો અયોધ્યાથી 15 કિલોમીટર દુર મસ્જિદ બનાવવાની તૈયારી બતાવી છે.

(12:00 am IST)