મુખ્ય સમાચાર
News of Monday, 3rd September 2018

નાયડુના પુસ્તક વિમોચનના પ્રસંગે મોદીના પરોક્ષ પ્રહારો

શિસ્તને લઇને પરોક્ષરીતે વિપક્ષ પર પ્રહાર કર્યા : શિસ્તની વાતો કરવામાં આવે તો હવે કેટલાક લોકો બિન લોકશાહી અને તાનાશાહ તરીકે પણ ગણાવી દે છે : મોદી

નવી દિલ્હી, તા.૨ : ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુના પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરોક્ષરીતે વિપક્ષ ઉપર અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. આ પ્રસંગ ઉપર પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. લોકોની વચ્ચે અનેક નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા. મોદીએ કહ્યું હતું કે, નાયડુની એવી ઇચ્છા રહી છે કે, ગૃહમાં ઉંડી ચર્ચા કરવામાં આવે. તેમના પ્રયાસોથી આ સપના પણ પુરા થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પુસ્તક વિમોચનના પ્રસંગે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષના નાયડુના કાર્યકાળ દરમિયાન તેમના રાજકીય અને વહીવટી અનુભવ સ્પષ્ટપણે નજરે પડે છે. જો કે, હજુ સુધી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી છે. એક કવિએ કહ્યું છે કે, સિતારોં કે આગે જહાં ઓર ભી હૈ અભી ઇશ્ક કે ઇમ્તિહાન ઔર ભી હૈ. વડાપ્રધાન મોદીએ વેંકૈયાના પુસ્તક મુવીંગ ઓન મુવીંગ ફોરવર્ડ અ યર ઇન ઓફિસનું વિમોચન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો પુસ્તક માટે વેંકૈયાને શુભેચ્છા પાઠવી રહ્યા છે પરંતુ તેમના કારણે ઘણી નવી બાબતો આવી છે. મોદીએ કહ્યું હતું કે, જે ટેવો હતી તેનાથી બહાર નિકળીને નવું કામ થઇ રહ્યું છે. આના બદલ તેઓ શુભેચ્છા પાઠવે છે. મોદીએ કહ્યું હતું કે, જ્યારે તેઓ વેંકૈયા નાયડુને ગૃહમાં નિહાળે છે ત્યારે તેઓ પોતાને રોકવા માટે ખુબ મહેનત કરે છે. પોતાને મર્યાદામાં રાખવા માટે પણ પ્રયાસ કરે છે. તેમાં સફળ થવાની બાબત મોટી બાબત છે. મોદીએ કહ્યું હતું કે જ્યારે તેઓ રાષ્ટ્રીય સચિવ તરીકે હતા ત્યારે વેંકૈયા આંધ્રના મહાસચિવ તરીકે હતા. જ્યારે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યારે તેઓ તેમની સહાયતામાં એક મહાસચિવ તરીકે કામ કરી રહ્યા હતા. કોઇપણ જવાબદારી ઓછી હોતી નથી. વેંકૈયાએ એક વર્ષમાં તમામ રાજ્યની યાત્રા કરી છે. કેટલીક જગ્યાએ જઇ શક્યા નથી. નાયડુ પોતાની જવાબદારીને મહત્વપૂર્ણરીતે અદા કરી રહ્યા છે. ૫૦ વર્ષનું જાહેર જીવન ઓછું હોતુ નથી. વેંકૈયાએ ક્યારે પણ ઘડિયાળ, પેન અને પૈસા તરફ જોતા નથી. દરેક કાર્યક્રમમાં યોગ્ય સમયે પહોંચે છે. સમયસર કાર્યક્રમ પૂર્ણ નહીં થવાની સ્થિતિમાં તેમને પરેશાની થાય છે. મોદીએ યાદ અપાવતા કહ્યું હતું કે જ્યારે વેંકૈયા પ્રથમ વખત મંત્રી બન્યા ત્યારે વાજપેયી ઇચ્છતા હતા કે, તેમને મોટુ ખાતું આપવામાં આવે. તે વખતે તેઓ મહાસચિવ હતા. તે વખતે જ વેંકૈયાએ ગ્રામીણ વિકાસ મંત્રાલયની ઇચ્છા વ્યક્ત કરી હતી. વાજપેયી સમક્ષ જઇને વેંકૈયાએ આ ઇચ્છા વ્યક્ત કરી હતી. તમામ પક્ષોમાં લોકપ્રિય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાની ક્રેડિટ વેંકૈયા નાયડુને જ જાય છે.

(12:00 am IST)