મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd August 2022

હવામાં ચોખા ઉછાળીને યુવતી બનાવે છે અદભુત ૩D આર્ટ

એક યુવતીના રાઇસ આર્ટે ધૂમ મચાવી છે, જેમાં તે ચોખાને હવામાં ઉછાળીને એમાંથી સૌને ગમતાં કાર્ટૂન કેરેક્‍ટર સ્‍પોન્‍જબોબ સ્‍ક્‍વેરપેન્‍ટ અને પેટરિક સ્‍ટારની આકળતિ બનાવે છે

નવી દિલ્‍હી, તા.૩: છુપાયેલી પ્રતિભાને પ્રસિદ્ધિ અપાવવામાં સોશ્‍યલ મીડિયા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વળી એને કોઈ આંતરરાષ્‍ટ્રીય સીમા પણ નડતી નથી. ઇન્‍ટરનેટ પર આર્ટવર્કની પોસ્‍ટ વાઇરલ થયા કરે છે. તાજેતરમાં સતત ઝૂમ ઇન થાય એવું ડિજિટલ આર્ટવર્ક બહાર પડ્‍યું હતું. તો હવે એક યુવતીના રાઇસ આર્ટે ધૂમ મચાવી છે, જેમાં તે ચોખાને હવામાં ઉછાળીને એમાંથી સૌને ગમતાં કાર્ટૂન કૅરૅક્‍ટર સ્‍પૉન્‍જબૉબ સ્‍ક્‍વેરપેન્‍ટ અને પૅટરિક સ્‍ટારની આકળતિ બનાવે છે. વિડિયોની શરૂઆતમાં યુવતી હાથમાં બોર્ડ લઈને ખુરસી પર ઊભી રહે છે. પછી તે રંગેલા ચોખાને હવામાં ઉછાળીને ખુરસી પરથી નીચે કૂદે છે ત્‍યારે કૅમેરા સામે એક ૩D કૅરૅક્‍ટર બને છે. પહેલી વખત હવામાં સ્‍પૉન્‍જબૉબ સ્‍ક્‍વેરપેન્‍ટ અને બીજી વખત પૅટરિક સ્‍ટાર બને છે. એ એક સિંગલ શૉટ આર્ટવર્ક છે. રંગીન ચોખાને હવામાં ફેંકયા બાદ એ નીચે આવે છે. આ વિડિયો ૩૦ જુલાઈએ એક મહિલાએ ટ્‍વીટ કર્યો હતો, પરંતુ મૂળ વિડિયો બે વર્ષ જૂનો છે. આ યુવતીનું નામ મારિયા મૉન્‍સન છે અને તે અમેરિકાના મિનેસોટાની છે. આવી આકળતિ બનાવતાં તેને બે કલાક લાગે છે. તે એકલી જ રાઇસ-આર્ટિસ્‍ટ નથી. ટિકટૉક પર લૉરેન્‍સ ફર્ગ્‍યુસન પણ રાઇસ-આર્ટિસ્‍ટ તરીકે જાણીતો છે. તેણે કહ્યું કે લૉકડાઉન દરમ્‍યાન કંટાળી ગયો હતો ત્‍યારે આ પ્રવળત્તિ શરૂ કરી હતી. ચોખા પર તે ફૂડ કલર અને વિનેગર લગાવે છે.

(4:06 pm IST)