મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd August 2022

તિરંગા અભિયાનઃ રાહુલ જોડાયા, પણ નેહરુનો ફોટો મૂકી સંદેશ સાથે ભાજપને જવાબ પણ આપ્‍યો

નવી દિલ્‍હી, તા.૩ : પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનને મજૂબત કરવા માટે લોકોને 13-15 ઓગસ્‍ટની વચ્‍ચે હર ઘર તિરંગો ફરકાવવાનું આહ્વાન કર્યું છે. જે બાદ ખુદ પીએમ સહિત સરકાર સાથે જોડાયેલા લોકોએ પોતાના ડીપી પર તિરંગો લગાવ્‍યો હતો

હવે કોંગ્રેસે પણ પોતાના આગવા અંદાજમાં ફક્‍ત તિરંગો જ નહીં પણ આરએસએસ પર પણ ટાર્ગેટ કર્યો છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પોતાના ડીપી બદલ્‍યા છે. જયારે મનીષ તિવારી સહિત પાર્ટીના મોટા નેતાઓએ હજૂ સુધી પોતાના ડીપી બદલ્‍યા નથી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને જયરામ રમેશ સહિત દેશના મોટા ભાગના પાર્ટીના નેતાઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્‍ટના DP માં તસ્‍વીર પર તિરંગો લગાવ્‍યો છે. જો કે, કોંગ્રેસ નેતાઓ તરફથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરુના હાથમાં તિરંગાવાળી તસ્‍વીર લગાવી છે. આ તમામની વચ્‍ચે કોંગ્રેસ મીડિયા પ્રભારી જયરામ રમેશે પોતાની પ્રોફાઈલ પિક્‍ચર બદલવાની સાથે સાથે સંઘ પર પ્રહારો કર્યા હતા

પાર્ટી મહાસચિવ જયરામ રમેશે ટ્‍વિટ કરીને કહ્યું કે, વર્ષ ૧૯ર૯ માં લાહોર અધિવેશનમાં રાવી નદીના તટ પર ઝંડો ફરકાવતા પંડિત નહેરુએ કહ્યું હતું કે, ફરી એક વાર આપે યાદ રાખવાનું છે કે, હવે આ ઝંડો ફરકાવી દીધો છે, જયાં સુધી એક પણ હિન્‍દુસ્‍તાની પુરુષ, મહિલા, બાળક જીવતા છે, ત્‍યાં સુધી આ તિરંગો ઝુકવો જોઈએ નહીં. દેશવાસીઓએ એવું જ કર્યુ.

(4:04 pm IST)