મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd August 2022

આંધ્રપ્રદેશમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં એકસો મહિલા કામદારો બિમાર : શ્વાસ લેવામાં તકલીફ : હોસ્‍પિટલમાં દાખલ

આંધ્રપ્રદેશના અનાફાપલ્લી જિલ્લામાં સ્‍થિત એક ફેકટરી પ્‍લાન્‍ટમાંથી અચાનક ઝેરી ગેસ લીક થવાનો મામલો મંગળવારે પ્રકાશમાં આવ્‍યો જયારે પ્‍લાન્‍ટમાં કામ કરતી એક મહિલા કર્મચારીને અચાનક ઉલ્‍ટી થવા લાગી. આ પછી એક પછી એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્‍પિટલમાં દાખલ કરેલ છે. આ ફેકટરીમાં કુલ ચાર હજાર મહિલા કામદારો વિવિધ શીફટમાં કામ કરે છે.

 

(11:46 am IST)