મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd August 2022

ગુજરાતના હરમિત દેસાઈએ ગોલ્ડ જીતતા પીએમ , સીએમ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે અભિનંદન પાઠવ્યા

પાંચમા દિવસે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યાં જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ :ભારતીય મેન્સ ટીમે ટેબલ ટેનિસની ફાઈનલમાં સિંગાપોરને 3-1થી પરાજય આપીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો

કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતના ખાતામાં 4 મેડલ આવ્યાં છે જેમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સામેલ છે. ભારતીય મેન્સ ટીમે ટેબલ ટેનિસની ફાઈનલમાં સિંગાપોરને 3-1થી પરાજય આપીને ગોલ્ડ પોતાને નામે કરી લીધો હતો. ભારત તરફથી હરમીત દેસાઈ અને જી સાથિયાને ડબલ્સ મેચ જીતીને ભારતને શાનદાર શરુઆત અપાવી હતી.

આજે ભારતીય ટીમે સિંગાપોરને હરાવીને ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીત્યો હતો. પુરુષ ટેબલ ટેનિસની ટીમમાં સુરતના હરમીત દેસાઈ પણ સામેલ હતો. રમતમાં હરમીતનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.પીએમ મોદીએ ટેબલ ટેનિસ ટીમને અભિનંદન પાઠવ્યા છે.આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલ  અને ગુજરાત રાજ્યના ભાજપ અધ્યક્ષ સીઆરપાટીલે પણ અભિનંદન પાઠવ્યા હતાં

  અત્રે ઉલ્લેખનીય છે કે હરમીતને ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ માટે બહાર જવાનો મોકો મળ્યો હતો.15 વર્ષની ઉંમરે તેઓ સ્વીડન ગયા અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય તાલીમ મળવાની શરૂઆત થઈ. હરમીત રમવાની સાથે સાથે ફિઝિકલ ફિટનેસ પર ખાસ ધ્યાન આપે છે. રોજ ફિટનેસ પર ત્રણથી ચાર કલાક કામ કરે છે.ખેલ જગતમા રફાલ નડાલ તેમનો આદર્શ છે

(12:19 am IST)