મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

બાંગ્લાદેશે ટી-20માં પહેલીવાર ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું

બાંગ્લાદેશના 131 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 108 રનમાં ઓલઆઉટ: નસુમ અહમદે 19રનમાં કાંગારૂઓની ચાર વિકેટ ઝડપી

બાંગ્લાદેશે 5 મેચની શ્રેણીની પ્રથમ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાને 23 રનથી હરાવ્યું હતું. આ તેની ઐતિહાસિક જીત છે. તેણે આંતરરાષ્ટ્રીય ટી 20 ઇતિહાસમાં પ્રથમ વખત કાંગારૂ ટીમને હરાવી છે. આ જીતનો હીરો નસુમ અહમદ હતો. તેણે 19 રનમાં 4 વિકેટ લીધી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મેચમાં 7 વિકેટે 131 રન બનાવ્યા હતા. તેના માટે શાકિબ અલ હસને 36 અને મોહમ્મદ નઇમે 30 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 20 ઓવરમાં 108 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે 45 રન બનાવ્યા હતા. માર્શ સિવાય મેથ્યુ વેડે 13 અને મિશેલ સ્ટાર્કે 14 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના 8 બેટ્સમેનો અંડર 10 પરત ફર્યા હતા  ટી 20માં વર્લ્ડકપમાં ચાર મેચમાં કાંગારૂ ટીમે બાંગ્લાદેશને હરાવ્યું હતું.

(11:51 pm IST)