મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

મહિલા હોકી ટીમ ગોલ્ડ મેડલ લાવશે તો દરેક ખેલાડીને ઘર અથવા અપાશે કાર :સુરતના ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાની જાહેરાત

દેશનાં ગૌરવ સમાન આ દીકરીઓ માટે ઈનામમાં કાર અથવા 11 લાખ રૂપિયાનું ઘર આપશે : સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી સવજી ધોળકિયાએ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી જાહેરાત કરી

સુરત :  ગુજરાતના જાણીતા હીરા ઉદ્યોગપતિ સવજીભાઈ  ધોળકિયા ફરીવાર મોટું એલાન કરીને છવાઈ ગયા છે. અત્યારે દુનિયાભરનાં દેશો એક મંચ પર રમત ગમતમાં સ્પર્ધા કરી રહ્યા છે અને એમાંય ભારતની દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે ત્યારે આ દીકરીઓ માટે સવજી ભાઈ  ધોળકિયાએ મોટી જાહેરાત કરી છે. 

સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી સવજીભાઈ  ધોળકિયાએ સોશ્યલ મીડિયાનાં માધ્યમથી જાહેરાત અને જોતજોતામાં જ સોશ્યલ મીડિયામાં તેઓ છવાઈ ગયા. ટોક્યોમાં આવતીકાલે સવારે ભારતની મહિલા હૉકી ટીમ મેદાનમાં ઊતરવાની છે ત્યારે દેશનાં ગૌરવ સમાન આ દીકરીઓ માટે ઈનામમાં કાર અથવા 11 લાખ રૂપિયાનું ઘર આપવાની જાહેરાત કરી છે

ફેસબુક પર તેમણે કહ્યું કે જો મહિલા હૉકી ખેલાડીઓ ફાઇનલમાં મુકાબલો જીતીને આવે છે તો પ્રત્યેક ખેલાડીને 11 લાખ રૂપિયાનું ઘર અથવા એક નવી કાર પ્રદાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઑલિમ્પિક્સમાં ભારતની દીકરીઓ ઈતિહાસ રચી રહી છે અને પહેલીવાર સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. ખેલાડીઓનો જુસ્સો વધે તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છે જેથી તે રાષ્ટ્રને વધુ ગૌરવ અપાવી શકે. 

(10:48 pm IST)