મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

હવે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરોએ વિશ્વમાં ચિંતા જગાવી : એક જ દિવસમાં ગ્રીનલેન્ડમાં 850 કરોડ ટન બરફ પિગળ્યો

સરેરાશ તાપમાન કરતા બમણુ તાપમાન નોંધાયુ: આખા ગ્રીનલેન્ડનો તમામ બરફ ઓગળી જાય તો દરિયાની વૈશ્વિક જળસપાટીમાં 20 ફૂટ સુધીનો વધારો થઈ શકે

નવી દિલ્હી : વિશ્વના દરેક ભાગમાં હવે ગ્લોબલ વોર્મિંગની માઠી અસરો દેખાવા માંડી છે. 27 જુલાઈએ ગ્રીનલેન્ડના ઉત્તરી વિસ્તારમાં મોટા પાયે બરફ પિગળી ગયો હોવાથી ઉનાળામાં નોંધાતા સરેરાશ તાપમાન કરતા બમણુ તાપમાન નોંધાયુ હતુ. તાપમાનનો પારો 20 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગ્રીનલેન્ડના બરફીલા વિસ્તાર માટે આ તાપમાન ઘણુ વધારે છે.

27 જુલાઈએ ગ્રીનલેન્ડમાં 850 કરોડ ટન બરફ પિગળ્યો હતો. આ બરફ પિગળ્યા બાદ જેટલુ પાણી બન્યુ હતુ તે ભારનતા યુપી જેવા મોટા રાજ્યને ડુબાડી દેવા માટે કાફી છે. ગ્રીનલેન્ડમાં આ પહેલા 2019માં રેકોર્ડ 1250 ટન બરફ પિગળ્યો હતો.

ઉપરની સપાટી પરથી બરફ ઓગળી રહ્યો હોવાથી નીચેની સપાટીનો બરફ સામે આવી રહ્યો છે. જે સૂર્યના કિરણોને પાછા ફેંકવાની જગ્યાએ શોષી લે છે. તેનાથી સ્થિતિ વધારે ચિંતાજનક બની રહી છે. વૈજ્ઞાનિકોનુ અનુમાન છે કે, છેલ્લા કેટલાક દાયકામાં દુનિયામાં દરિયાની સપાટીનુ સ્તર વધારવામાં 25 કા યોગદાન ગ્રીનલેન્ડના ઓગળેલા બરફનુ છે. જો આખા ગ્રીનલેન્ડનો તમામ બરફ ઓગળી જાય તો દરિયાની વૈશ્વિક જળસપાટીમાં 20 ફૂટ સુધીનો વધારો થઈ શકે છે.

એન્ટાર્ટિકા બાદ મીઠા પાણીનો સૌથી વધારે બરફ ગ્રીનલેન્ડમાં છે. અહીંયા 18 લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં બરફ છવાયેલો છે. અહીંયા બરફ ઓગળવાની શરુઆત 1990માં થઈ હતી. જોકે હવે અગાઉ કરતા ચાર ગણી ઝડપે બરફ ઓગળી રહ્યો છે.

જુન મહિનાથી બરફ ઓગળવાનુ શરુ થતુ હોય છે. આ વર્ષે જુન મહિનાથી અત્યાર સુધી 10000 કરોડ ટન બરફ ઓગળી ચુકયો છે.

(9:47 pm IST)