મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

મશહૂર બોલીવુડ સિંગર હની સિંહ ઉપર કોર્ટ કેસ : પત્ની શાલિની તલવારે દિલ્હી કોર્ટમાં ઘરેલુ હિંસા ,માનસિક તથા આર્થિક શોષણનો કેસ કર્યો

ન્યુદિલ્હી : મશહૂર બોલીવુડ સિંગર હની સિંહ ઉપર કોર્ટ કેસ થયો છે. જે ખુદ તેની પત્ની શાલિની તલવારે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ઘરેલુ હિંસા ,માનસિક તથા આર્થિક શોષણ બદલ કર્યો છે.

અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાલિની તલવારે પતિ હની સિંહ તેમજ તેના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. કોર્ટે હની સિંહને 28 ઓગસ્ટ સુધીમાં જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સિવાય કોર્ટે શાલિનીની તરફેણમાં વચગાળાનો આદેશ પણ આપ્યો છે. જે અંતર્ગત હની સિંહને સંયુક્ત માલિકીની મિલકત વેચતા અટકાવવામાં આવ્યા છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(6:57 pm IST)