મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

ચીનના વુહાનમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોઍ કોરોના વાયરસ મનુષ્યોને સંક્રમિત કરે તે રીતે મોડિફાઇડ કર્યા હતાઃ અમેરિકાના ચીન સામે આક્ષેપો

રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ અને ગૃહની વિદેશ બાબતોની સમિતીના સભ્ય માઇક મેકકોલે રિપોર્ટ રજુ કર્યો

અમેરિકાએ એક વખત ફરીથી કોરોના વાયરસ ફેલાવવા માટે ચીનને નિશાન બનાવ્યું છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની રિસર્ચ ફેસિલિટીમાંથી વાયરસ લીક ​​થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વુહાનમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસને એવી રીતે મોડિફાઇડ કર્યો હતો કે તે મનુષ્યોને સંક્રમિત કરી શકે.

એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફેરફારને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ રિપબ્લિકન પાર્ટીના પ્રતિનિધિ અને ગૃહની વિદેશ બાબતોની સમિતિના સભ્ય માઇક મેકકોલે રજૂ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાયરસને ફેલાવવા માટે વુહાન વાયરોલોજી ઇન્સ્ટીટ્યુટનો હાથ હતો, જેમાં અમેરિકન નિષ્ણાતો પણ સામેલ હતા. તેને ચીન સાથે અમેરિકાની સરકાર તરફથી ફંડ મળ્યું હતું.

રિપોર્ટમાં આ જીવલેણ વાઇરસના મૂળની તપાસ કરવા અપીલ કરવામાં આવી છે જેણે વિશ્વભરમાં 44 લાખ લોકોને મારી નાખ્યા છે. તદનુસાર, વુહાન બજારમાંથી ફેલાતા વાયરસના સિદ્ધાંતને દૂર કરવાનો સમય આવી ગયો છે. આ મુજબ, 12 સપ્ટેમ્બર, 2019 પહેલા પણ લેબમાં વાયરસ લીક ​​થવાના પુરાવા છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, જુલાઈ 2019 માં, માત્ર બે વર્ષ જૂની એક ખતરનાક વેસ્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમની પુન:સ્થાપના માટે 11.5 લાખ ડોલરની અરજી કરવામાં આવી હતી. અગાઉ, વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકાનાં ઇન્ટેલિજન્ટ રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે નવેમ્બર 2019 માં લેબમાંથી ત્રણ સંશોધકોને કોવિડ -19 ના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેનાં એક મહિના પછી, ચીને સત્તાવાર રીતે વિશ્વને નવા શ્વાસ સંબંધિત રોગ વિશે માહિતી આપી હતી.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે યુન્નાનની ખાણના કામદારો બીમાર પડ્યા બાદ, ચીનનાં વાઈરોલોજિસ્ટની ચાર ટીમોએ ત્યાંથી સેમ્પલ લીધા હતા અને તેમને 9 વાયરસ મળ્યા હતા જેને વુહાન લેબમાં મોકલવામાં આવ્યા હતા. આમાંથી એક RaTG13 હતું જે SARS-CoV-2 સાથે 96.2% જેટલી સામ્યતા ધરાવતું હતું. કોવિડ-19 ફેલાવનારા કોરોના વાયરસ અને તેની વચ્ચે માત્ર 15 મ્યુટેશનનું અંતર હતું.

(5:21 pm IST)