મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

કોરોના R રેટે વધારી દેશની ચિંતાઃ ત્રીજી લહેરના સંકેતો!

૨૭ જુલાઈએ ભારતમાં કોરોનાનો R રેટ પહેલી વાર ૧ને પાર કરી ચૂકયો છેઃ બીજી લહેર ખતમ થતા સમયે તે ૧.૦૩ હતોઃ હવે ત્રીજી લહેરનો ખતરો વધી રહ્યો છે

નવી દિલ્હી, તા.૩: ભારતમાં ૭મેના બાદ પહેલી વાર કોરોનાની R વેલ્યૂ ૧ને પાર પહોંચ્યો છે. આ જાણકારી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેથમેટિકલ સાયન્સ ચેન્નઈના સ્ટડીમાં સામે આવી છે. R0 કે R ફેકટર જણાવે છે કે કોરોનાથી સંક્રમિત એક વ્યકિત કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. ૨૭ જુલાઈએ ભારતમાં કોરોનાનો R રેટ પહેલી વાર ૧ને પાર કરી ચૂકયો છે, બીજી લહેર ખતમ થતા સમયે તે ૧.૦૩ હતો.

મહામારીના સમયમાં સ્વાસ્થ્ય ઓથોરિટી પણ સતત એ પ્રયાસ કરી રહ્યા છે કે  R વેલ્યૂ ૧થી નીચે આવી જાય. આ નક્કી કરે છે કે વાયરસ ફેલાવવાનું બંધ થઈ ગયું છે કેમકે આ મહામારીને બનાવી રાખવા માટે વધારે લોકોને સંક્રમિત કરી શકતો નથી, Rના વેલ્યૂ ૧ નો અર્થ એ છે કે કોરના સંક્રમિત વ્યકિત ૧ વ્યકિતને સંક્રમિત કરી શકે છે. ૧થી ઓછી વેલ્યૂ કહે છે કે કોરોના સંક્રમિત વ્યકિત અન્ય ૧ વ્યકિતને સંક્રમિત કરી કે છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૪૦૧૩૪ કેસ આવ્યા છે અને ૪૨૨ લોકોના મોત થયા છે. મણિપુર,અરુણાચલ અને ત્રિપુરાને છોડીને  પૂર્વોત્તર રાજયોમાં Rની વેલ્યૂ ૧થી વધારે છે. ખાસ કરીને કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, હિમાચલમાં વધતા કેસના કારણે ચિંતા વધી છે. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ R વેલ્યૂ ૧થી વધારે છે. ભારતમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને કહેવાયું છે કે જો R વેલ્યૂ ૧થી વધારે છે તો તે કેસમાં વધારો કરી શકે છે. હાલમાં અનેક રાજયો ચિંતાનો વિષય બની રહ્યા છે. આ સમયે શકય છે કે તે ચિંતાનું કારણ બને.

(11:39 am IST)