મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

હું તો ભેંસનું માંસ વેચતો હતો : પોલીસે ગાયનું માસ વેચવાના આરોપસર ખોટી રીતે મારી ધરપકડ કરી : ગૌવંશ હત્યા કાયદા મુજબ ધરપકડ કરાયેલા માંસના વેપારીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે મંજુર કરી

અલ્હાબાદ : ગાયનું માંસ વેચવાના આરોપસર પોલીસે ગાયના વેપારી રીહાનની ધરપકડ કરી હતી. તેના ઉપર ગૌવંશ હત્યા કાયદા મુજબ આરોપ લગાવાયો હતો. આથી તેણે અલ્હાબાદ હાઇકોર્ટમાં જામીન માગ્યા હતા. તથા જણાવ્યું હતું કે હું તો ભેંસનું માંસ વેચતો હતો .પોલીસે  ખોટી રીતે મારી ધરપકડ કરી છે. તેથી આરોપીની દલીલ માન્ય રાખી નામદાર કોર્ટે તેના જામીન મંજુર કર્યા છે.

માંસની દુકાનના લાયસન્સ ધારક રિહાને કરેલી દલીલ સાથે રજૂ કરેલા પુરાવા અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખી સિંગલ જજ જસ્ટિસ સાધના રાની (ઠાકુર) એ તેના જામીન મંજુર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગૌવંશ હત્યા કાયદા મુજબ ધરપકડ કરાયેલો માંસનો વેપારી 4 ફેબ્રુઆરીથી જેલમાં હતો. જેને બોન્ડ લઇ જામીન અપાયા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(10:36 am IST)