મુખ્ય સમાચાર
News of Monday, 3rd August 2020

અમેરિકી કામદારોને થતો અન્યાય અટકાવતા કાનૂન પર ટ્રમ્પે મત્તું માર્યું: એચ -1 બી સિસ્ટમ્સનો દુરુપયોગ હવે નહિ થઈ શકે:યુજેન સ્કેલિયા

યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પએ આજે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે  જે અમેરિકન કામદારોને વિદેશી કામદારો દ્વારા વિસ્થાપિત (અમેરિકી કામદારોને બદલે વિદેશીઓની ભરતી કરી અમેરિકનોને છુટા કરવા) થતાં અટકાવવાનાં પગલાં લે છે.

    એચ -1 બી સિસ્ટમ્સ દ્વારા થતી છેતરપિંડી અને દુરુપયોગનો આથી અંત આવશે અને અમેરિકન કામદારોનું રક્ષણ થશે. યુ.એસ. લેબર ડિપાર્ટમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનની આ ટોચની અગ્રતા છે તેમ  યુજેન સ્કેલિયા:યુએસ,લેબર સેક્રેટરી   જણાવે છે

(11:53 pm IST)