મુખ્ય સમાચાર
News of Monday, 3rd August 2020

રામ મંદિર ભૂમિપૂજનની આમંત્રણ પત્રિકા

અયોધ્યા તા. ૩ : ૫ ઓગસ્ટના ઐતિહાસિક દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરનું ભૂમિપૂજન કરશે. જેના માટે મહેમાનોને આમંત્રણ પત્રિકા મોકલી દેવામાં આવી છે. ત્યારે આવો અમે તમને બતાવીએ કે કેવી છે આ ઐતિહાસિક કાર્યક્રમની આમંત્રણ પત્રિકા.

આમંત્રણ પત્રિકામાં સૌથી પહેલા ટોચ પર રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો લોગો છે તેની નીચે લખ્યું છે 'આમંત્રણ. શ્રી રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન અને કાર્યારંભ' તિથિ : ભાદ્રપદ, કૃષ્ણપક્ષ, દ્વિતીયા, તારીખ : ૦૫ ઓગસ્ટ, ૨૦૨૦, અપરાહ્ન ૧૨.૩૦ વાગે,

સ્થળઃ શ્રીરામ જન્મભૂમિ, અયોધ્યા ધામ, રામ કોટ મહોલ્લો, અયોધ્યા.

નિમંત્રક તરીકે મહંત નૃત્ય ગોપાલ દાસ, અધ્યક્ષ અને સમસ્ત ન્યાસી શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર

શ્રીરામ જનભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ તરફથી મોકલવામાં આવેલ આ આમંત્રણ પત્રિકામાં લખ્યું છે, શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂમિપૂજન અને કાર્યારંભ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થશે. અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગરિમામયી ઉપસ્થિતિ.

(3:17 pm IST)