મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

મુંબઈમાં કોરોનાની રફતાર ફરી ઘટી : રવિવારે 761 લોકો કોરોનાસંક્રમિત થયા

રવિવારે મુંબઈમાં 1697 દર્દીઓએ કોરોનાને માત આપી : મુંબઈનો રિકવરી રેટ 97 ટકા થયો

મુંબઈ તા.03 : છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈ અને મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉતારોત્તર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે મુબઈમાં 761 કોરોનાનાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે 1697 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેના પરિણામે, મુંબઈનો રિકવરી રેટ 97 ટકા થઈ ગયો છે.

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, રવિવારે મુબઈમાં 761 કેસ નોંધાયા છે. મુંબઈમાં 1697 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેને પરિણામે, મુંબઈમાં કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા 10 લાખ 87 હજાર 754 પર પહોંચી ગઈ છે. અને મુંબઈનો રિકવરી રેટ 97 ટકા થઈ ગયો છે. જોકે છેલ્લા 24 કલાકમાં, કોરોનાથી ત્રણ દર્દીઓના મોત થયા છે, જેનાથી મૃત્યુઆંક 19,617 પર પહોંચી ગયો છે. મુંબઈમાં હાલમાં 7,671 દર્દીઓ સંક્રમિત છે. દરમિયાન, મુંબઈમાં મળી આવેલા 761 નવા દર્દીઓમાંથી 720 દર્દીઓને થોડી રાહત મળી છે. કારણ કે વધુ કોઈ લક્ષણો નથી. દર્દી બમણા થવાનો દર 584 દિવસ થઈ ગયો છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ સક્રિય દર્દીઓ મુંબઈમાં છે. મુંબઈમાં 7671 સક્રિય દર્દીઓ છે. પુણેમાં 5063 સક્રિય દર્દીઓ છે. ત્યારબાદ થાણેમાં 4684 સક્રિય દર્દીઓ છે. બીજી તરફ રાજ્યમાં આજે 2962 નવા કોરોના દર્દીઓનો ઉમેરો થયો છે. આજ સુધીમાં કુલ 3918 દર્દીઓ કોરોનાને માત આપી ઘરે પાછા ફર્યા છે. મુંબઈમાં આજે સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. મુંબઈમાં હાલમાં 7671 સક્રિય દર્દીઓ છે

(11:04 pm IST)