મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

સ્કોટલેન્ડના મતદારો બાકીના બ્રિટનમાંથી સ્વતંત્ર થવા ઈચ્છે કે કેમ તે અંગે કરવામાં આવેલ સર્વે સામે આવ્યો

પેનલ આધારિત સર્વેમાં 48 ટકા ઉત્તરદાતાઓ સ્વતંત્રતાની તરફેણમાં તો 47 ટકા ઉત્તરદાતાઓ સ્વતંત્રતાની વિરુધ્ધમાં

નવી દિલ્લી તા. 03 : સ્કોટલેન્ડના મતદારો બાકીના બ્રિટનમાંથી સ્વતંત્ર થવા ઈચ્છે કે કેમ તે અંગે એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 1010 ઉતરદાતાઓએ જવાબ આપ્યા હતા. જે મુજબ 48 ટકા ઉત્તરદાતાઓ સ્વતંત્રતાની તરફેણમાં છે, જ્યારે 47 ટકા ઉત્તરદાતાઓ સ્વતંત્રતાની વિરુધ્ધમાં છે. તેમજ પાંચ ટકા લોકોને આ અંગે શું કરવું તેનું ખ્યાલ નથી.

નોંધનીય છે કે, સ્કોટીશ સરકાર બ્રિટનમાંથી સ્વતંત્ર થવું છે કે કેમ એ મુદ્દે આવતા વર્ષે લોકમત કરશે. ગત સપ્તાહ દરમ્યાન સ્કોટલેન્ડના ફસ્ટ મિનિસ્ટર - નિકોલા સ્ટર્જને જાહેરાત કરી હતી કે સ્વંતત્રતા બાબતે બીજું લોકમત ઓક્ટબોર 2023માં થશે. તેમણે કહ્યું કે જો બ્રિટન તેને બ્લોક કરવાનો પ્રયાસ કરશે. તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

હાલમાં જ પ્રકાશિત કરવામાં આવેલા સર્વેમાં 1010 ઉતરદાતાઓએ જવાબ આપ્યા હતા. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોહન્સન અને તેની પાર્ટી લોકમતનું વિરોધ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2014માં સ્કોટલેન્ડના 55 ટકા લોકોએ સ્વતંત્રતાની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું.

(9:15 pm IST)