મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

અમરાવતીનાં કેમિસ્ટ હત્યાકાંડમાં ચોકાવનારો ખુલાસો ઉમેશ કોલ્હેના શરીરમાં 7 ઈંચ પહોળો અને 5 ઈંચ ઊંડો ઘા મળી આવ્યો

શ્વાસની નળી અને આંખની નસને નુકસાન થતાં મોત નીપજયું : પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવ્યું

મુંબઈ : રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાની તર્જ પર મહારાષ્ટ્રમાં આવેલ અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. ત્યારે ઉમેશ કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું સાચું કારણ બહાર આવ્યું છે.

કેમિસ્ટ ઉમેશ કોલ્હેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર 7 ઈંચ પહોળો અને 5 ઈંચ ઊંડો ઘા મળી આવ્યો છે. આ સાથે તેની અન્ન નળી અને મગજની નસ પણ કપાયેલી જોવા મળી છે.

છરી વડે હુમલામાં તેની શ્વાસની નળી અને આંખની નસને પણ નુકસાન થયું હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. જેના કારણે તેનું મોત થયું હતું.

રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાની તર્જ પર અમરાવતીના ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં માસ્ટર માઈન્ડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે. અને પોલીસે સ્વીકાર્યું છે કે કેમિસ્ટ ઉમેશને નૂપુર શર્માના સમર્થનમાં સ્ટેટસ લગાવવા બદલ મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીનું કહેવું છે કે, માસ્ટરમાઇન્ડ ઈરફાન ખાને આ પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવાનું વચન આપીને ઉમેશની હત્યા કરાવી હતી. ઈરફાને આ લોકોને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન પણ આપ્યું હતું. પરંતુ આ તમામ આરોપીઓ હવે પોલીસની કસ્ટડીમાં છે. અમરાવતીમાં દવાની દુકાન ચલાવતા ઉમેશ કોલ્હેએ કથિત રીતે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરફાને ઉમેશનો આ વિડીયો જોઈ કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. ઉમેશના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઘણી જગ્યાએ ઈજાઓ હોવાનું સામે આવ્યું છે.

 

(8:09 pm IST)