મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા ખાતે ટ્રેનમાં આગ લગાડવાના આરોપીને આજીવન કેદ : 'કારસેવકો' સાથે અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનમાં આગને કારણે 59 લોકો માર્યા ગયા હતા : 2021ની સાલમાં ધરપકડ કરાયેલા આરોપી રફીક ભટુકને ગોધરા સેશન્સ જજે આજીવન કેદની સજા ફરમાવી

ગોધરા : અહીંની એક અદાલતે 2002 માં ગોધરા ટ્રેન હત્યાકાંડના કેસમાં એક આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે જેમાં 59 'કારસેવકો' માર્યા ગયા હતા, જેણે ગુજરાતના ઇતિહાસમાં સૌથી ખરાબ રમખાણોને કારણભૂત બનાવ્યા હતા.

તેના પર 27 ફેબ્રુઆરી, 2002ના રોજ 'કારસેવકો' સાથે અયોધ્યાથી પરત ફરી રહેલી ટ્રેનને આગ લગાડવાના કેસમાં સામેલ હોવાનો આરોપ હતો .

ગયા વર્ષે તેની ધરપકડ બાદ આ કેસમાં તેની સામે ટ્રાયલ શરૂ થઈ હતી.ગોધરા કાંડને કારણે રાજ્યમાં સાંપ્રદાયિક રમખાણો થયા હતા, જેમાં 1,200 થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના લઘુમતી સમુદાયના હતા.તેવું ઈ.એ.દ્વારા જાણવા મળે છે.

(6:41 pm IST)