મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

અમરાવતી હત્યાકાંડમાં નવો ખુલાસો થયો: ઉમેશની હત્‍યામાં તેનો મિત્ર જ સામેલ

16 વર્ષથી બેસ્ટ ફ્રેન્ડ યુસુફ ખાને રચ્યું ષડ્યંત્ર: દોસ્તીમાં દગો કર્યો અને મિત્રનું ઢીમ ઢાળી દીધું

અમરાવતી: અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હવે મળેલી તાજેતરની વિગતો મુજબ જોઈએ તો, મૃતક ઉમેશ કોલ્હેના હત્યાકાંડમાં તેનો જ મિત્ર સામેલ હોવાનું સામે આવ્યું છે.

અમરાવતી હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે. હવે મળેલી તાજેતરની વિગતો મુજબ જોઈએ તો, મૃતક ઉમેશ કોલ્હેના હત્યાકાંડમાં તેનો જ મિત્ર સામેલ હોવાનું સામે આવ્યું છે. જેનું નામ ડોક્ટર યુસુફ ખાન છે. કહેવાય છે કે, કોઈને પણ શંકા ન થાય એટલા માટે યુસુફ ઉમેશના અંતિમ સંસ્કારમાં પણ જોડાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ડોક્ટર યુસુફ ખાન અને ઉમેશ કોલ્હેની દોસ્તી 10 વર્ષ કરતા પણ જૂની હતી. યુસુફ ખાન કેટલીય વાર ઉમેશ પાસેથી ક્રેડિટ પર દવાઓ પણ લેતો હતો.

હકીકતમાં યુસુફ ખાન પણ બ્લેક ફ્રીડમ નામના વોટ્સએપ ગ્રુપનો સભ્ય છે. આ જ ગ્રુપમાં ઉમેશે નૂપુર શર્માને સમર્થન આપતી પોસ્ટ ફોરવર્ડ કરી હતી, જે બાદ તેની પોસ્ટ યુસુફ ખાન રહબરિયા ગ્રુપમાં મોકલી, જે ગ્રુપમાં હત્યારા અને માસ્ટરમાઈન્ડ ઈરફાન શેખ છે. ત્યાર બાદ ઈરફાનને ગુસ્સો આવ્યો અને તેને 16 જૂને એક મીટિંગ લીધી, જે મીટિંગમાં ઉમેશને મારવાની વાત નક્કી થઈ.

ઉમેશના પરિવારવાળાએ ચોંકાવનારી વાત કરી છે કે ડોક્ટર યુસુફ અને ઉમેશનો સંબંધ ફક્ત ધંધા માટે નહોતો, પણ યુસુફ મોટા ભાગે ઉમેશના ઘરે પણ આવતો જતો રહેતો.

(5:13 pm IST)