મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારી

ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં થનારી સપાના રાષ્ટ્રીય સંમેલન બાદ નવી સપા કારોબારી બનાવશે

નવી દિલ્‍હી : સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પાર્ટીમાં મોટા ફેરફારની તૈયારી કરી રહ્યા છે. તેમણે સપાના યુપી અધ્યક્ષને છોડીને પાર્ટીના તમામ યુવાન સંગઠનો, મહિલા સભા અને અન્ય કમિટીઓના રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ, સહિત રાષ્ટ્રીય તથા રાજ્ય કારોબારીને તાત્કાલિક પ્રભાવ ભંગ કરી દીધી છે.

હકીકતમાં જોઈએ તો, યુપીમાં હાલમાં વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ યાદવની આશા પર પાણી ફરી વળતા આ કમિટીઓ ભંગ કરી હોવાનું કહેવાય છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં થનારી સપાના રાષ્ટ્રીય સંમેલન બાદ નવી સપા કારોબારી બનાવશે.

અખિલેશ યાદવના આ પગલાથી યુપી ચૂંટણીમાં સપાને મળેલી હારના પરિણામ સ્વરૂપ જોવામાં આવી રહ્યું છે. યુપીની 403 સભ્યોવાળી વિધાનસભામાં 400 સીટો જીતવાનો દાવો કરી રહેલા અખિલેશ યાદવને ચૂંટણીમાં ફક્ત 111 સીટ જ મળી હતી.

વિધાનસભા ચૂંટણીના આ પરિણામોને લઈને કેટલાય નેતાઓ અને રાજકીય જાણકારોએ અખિલેશ યાદવની કાર્યશૈલી પર સવાલો ઉઠાવ્યા હતા અને પોતાની કિચન કેબિનેટને ઘેરાઈ રહેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે આવા સમયે અખિલેેશ યાદવ દ્વારા સપાની તમામ કમિટીઓ અને સંગઠનો ભંગ કરીને વર્ષ 2024વાળી સંસદીય ચૂંટણીની તૈયારીઓને જોડીને જોવામાં આવી રહ્યું છે.

(3:15 pm IST)