મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

લખીમપુર ખીરી જિલ્લામાં ઈન્દિરા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખાનગી બસે બાઇક સવારને હડફેટે લેતા ચાર લોકોના કરૂણ મોત

પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી : તમામ લોકો ગોરખરાના રહેવાસી હતા: એક છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો

નવી દિલ્‍હી :  આજે લખીમપુર ખીરી જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. શહેરના ઈન્દિરા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ખાનગી બસે બાઇક સવારને ટક્કર મારી હતી. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના મોત થયા હતા. ત્યાં એક છોકરો ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે.

લખીમપુર ખીરી  જિલ્લામાં એક મોટા માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી હતી. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગોરખરાના રહેવાસી હતા. મળતી માહિતી મુજબ, શહેરના ઈન્દિરા એમ્યુઝમેન્ટ પાર્ક પાસે એક ખાનગી બસને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

લખીમપુર ખીરી જિલ્લામાં સર્જાયેલા અકસ્માતમાં ધૌરહરા નિવાસી સર્વન યાદવ (22) પુત્ર શ્રીરામ, પ્રજ્ઞા દેવી (30) પત્ની રમાકાંત, લકી (7) પુત્ર લખન અને મહારાજા (52) પત્ની શ્રીરામનું અકસ્માતમાં મોત થયું હતું. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ હાઉસમાં રાખ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

24 જૂને લખીમપુર ખીરીના ધૌરહારામાં NH-730 પર ઇસાનગર પોલીસ સ્ટેશનના ભરેથા નજીકથી આવતી રોડવેઝની બસ લખીમપુરથી જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે બેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. એટલે કે માર્ગ અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત અંગે પોલીસને જાણ કર્યા બાદ સ્થાનિક લોકોએ ઘાયલોની મદદ કરવાનું શરૂ કર્યું હતું.  

(3:06 pm IST)