મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

ભારત સરકાર તરફથી ખેડૂતોને અપાતી સબસીડીના કારણે વૈશ્‍વિક બિઝનેસ ઉપર ભારે અસર પડે છે : અમેરિકાના રિપબ્‍લીકન સાંસદોએ વિરોધ પ્રગટ કર્યો

ભારત વિરૂદ્ધ આ મુદ્દાને વિશ્‍વ વેપાર સંગઠનમાં ઉઠાવવાની ચીમકી

નવી દિલ્‍હી : ભારત સરકાર દ્વારા ખેડૂતોો અપાતી સબસીડી સામે અમેરિકાના રિપબ્‍લીકન સાંસદોએ વિરોધ ઠાલવ્‍યો છે. ભારતમાં સરકાર તરફથી ખેડૂતોમાં આપવામાં આવતી સબ્સિડીનું અમેરિકાની રિપબ્લિકન સાંસદોએ વિરોધ કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ જો બાઈડનને લેટર લખીને કહ્યું છે કે, ભારત તરફથી આપવામાં આવતી કૃષિ સબ્સિડીના કારણે વૈશ્વિક બિઝનેસ પર અસર પડી રહી છે અને અમેરિકાના ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. આ સાંસદોએ જો બાઈડેનને કહ્યું કે, તે ભારત વિરુદ્ધ આ મદ્દાને વિશ્વ વેપાર સંગઠનમાં ઉઠાવશે. જો કે, જાણકારોનું માનવું છે કે, અમેરિકા ટૂંક સમયમાં પ્રતિનિધિ સભામાં ચૂંટણી થવાની છે, તેને જોતા સાંસદો ખેડૂતોને રિઝવવા માટે આ પ્રકારની હરકત કરી રહ્યા છે. ભારતની સબ્સિડીની સરખામણી WTOના નિયમ પર જ સવાલ ઉઠાવતા રહ્યા છે અને ઉલ્ટુ અમેરિકા પર આરોપ લગાવતું રહ્યું છે.

અમેરિકી કોંગ્રેસના 12 રિપબ્લિકન સાંસદોએ જો બાઈડેનને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો કે, ભારત કૃષિ સબ્સિડી મામલામાં WTOના નિયમ અનુસાર નથી, આ નિયમ કહે છે કે, કોઈ ખાસ પાક અને નિકાસ થનારા પાક પર 10 ટકાથી વધારે સબ્સિડી આપી શકાય નહીં, પણ ભારત ઘઉં અને ચોખા જેવી વસ્તુઓ પર 50 ટકાથી વધારે સબ્સિડી આપે છે. ત્યારે આ મુદ્દો WTOમાં ઉઠાવવામાં આવશે. આ લેટર લખનારા 12 સાંસદોમાં 10 એવા છે, જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં સૌથી વધારે ખેતી થાય છે. બાકીના 2 સાંસદો કૈલિફોર્નિયાના ખેડૂત લોબીનું સમર્થન કરતા હોવાનું કહેવાય છે.

હકીકતમાં જોઈએ તો, ભારતની કૃષિ સબ્સિડી અમેરિકા સાથે વેપારમાં લાંબા સમયથી વિવાદનું કારણ બનેલું છે. ભારતનું કહેવુ છે કે, દર વ્યક્તિએ જોઈએ તો, ભારતથી વધારે અમેરિકા પોતાના ખેડૂતોને સપોર્ટ કરે છે. જેએનયુના પ્રોફેસર અને વેપાર મામલાના એક્સપર્ટ વિશ્વજીત ધર કહે છે કે, અમેરિકી પ્રશાસન WTO એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરના નિયમ અંતર્ગત ભારતીય સબ્સિડીની ગણતરી કરીને ભેદભાવનો આરોપ લગાવે છે. અસલી વાત એ છે કે, આ નિયમો અંતર્ગત હાલના સમયમાં સરકાર દ્વારા ઘોષિત કરવાામં આવેલી કિંમતોની સરખામણી 1986-88ના કૃષિ પાકની આંતરરાષ્ટ્રીય કિંમતોની સરખામણીમાં કરવામાં આવે છે. ત્રણ દાયકા જૂની કિંમતોનું માનક માનીને પોતાની જાતને ખોટા સાબિત કરે છે. તેમણે જણાવ્યું છે કે, ભારત WTOમાં સતત આ વાત ઉઠાવતું રહ્યું છે કે, આ રીતને બદલવી જોઈએ અને હાલના સંદર્ભ મુજબ તેની ગણતરી થવી જોઈએ.

(1:00 pm IST)