મુખ્ય સમાચાર
News of Sunday, 3rd July 2022

દેશ આખામાં છ દિવસ વહેલું ચોમાસુ છવાઈ ગયું: સ્કાયમેટ

મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર, કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે

નવી દિલ્હી :  સ્કાયમેટના છેલ્લા વર્તારા મુજબ બે જુલાઈએ ચોમાસાએ સમગ્ર ભારતને કવર કરી લીધું છે. જોકે ચોમાસુ સમગ્ર ભારતમાં છવાય જાય તેની સામાન્ય તિથી આઠ જુલાઈ છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટા ભાગોમાં વરસાદની ગતિવિધિ હવે ખૂબ જ ઓછી થઈ જશે. પાંચ જુલાઈથી એકવાર ફરી દિલ્હી પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં વરસાદનું જોર વધશે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં પણ વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે. મધ્યપ્રદેશ પૂર્વ રાજસ્થાન અને ગુજરાતના અનેક જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર અને કર્ણાટકના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના હોવાનું સ્કાયમેટ જણાવે છે.

(11:26 pm IST)