મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

વિકાસવાદના યુગનો પ્રારંભ : વિસ્તારવાદનો યુગ ખત્મ

ભારત માતા કી જય સાથે પીએમ મોદીનું જવાનોને સંબોધન : જવાનોનું સમર્પણ અતૂલ્ય છે : વીરતા જ શાંતિની પૂર્વ શરત હોય છે : લેહથી મોદીનો ચીનને સણસણતો જવાબ

નવી દિલ્હી તા. ૩ : લદ્દાખમાં ચાલી રહેલી 'કરો યા મરો'ની સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચીનને મોટો સંદેશ આપતા અચાનક સીધા અગ્રિમ મોરચા પર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વહેલી સવારે લગભગ ૧૧ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા નીમૂ બેઝ પર પહોંચ્યા છે. તેમણે સેના અને આઈટીબીપીનાં જવાનોની સાથે મુલાકાત કરી અને તેમનો ઉત્સાહ વધાર્યો. પીએમ મોદી દેશનાં જવાનોને સંબોધી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ચીનની સામે અડગ ઉભેલા બહાદુર જવાનોનો જુસ્સો વધાર્યો. ચીન સામેનાં લોહિયાળ સંઘર્ષમાં શહીદ થયેલા જવાનોને પીએમ મોદીએ શ્રદ્ઘાંજલિ આપી.ઙ્ગ

પીએમ મોદીએ કહ્યું કે ગલવાનમાં ભારતીય જવાનોએ જે બહાદુરી બતાવી છે તેનાથી દુનિયામાં એક સંદેશ ગયો છે. તમારી વીરતા આગળ દેશ નતમસ્તક છે. ૧૪ કોરનાં કિસ્સા ચારેય તરફ છે, દુનિયાએ તમારું પરાક્રમ જોયું છે. તમારી સૌર્યગાથાઓ ઘર-ઘરમાં ગુંજી રહી છે. ભારતનાં દુશ્મનોએ તમારી ફાયર પણ જોઇ છે અને ફયૂરી છે.ઙ્ગ તેમણે કહ્યું કે, નિર્બળ કયારેય શાંતિ ના આપી શકે. માનવતા માટે શાંતિ અને મિત્રતા જરૂરી છે.ઙ્ગ પીએમ મોદીએ કહ્યું કે, ભારતીય જવાનોનાં પરાક્રમનો સાક્ષી લદ્દાખી લઇને સિયાચિન સુધીનાં દરેક પહાડો – કણકણ છે.

પીએમ મોદીએ એ પણ કહ્યું કે, 'તમારું સાહસ એ ઊંચાઈ કરતા પણ ઊંચુ છે જયાં તમે ઉભા છો. તમારો નિશ્ચય એ ખીણ કરતા પણ સખ્ત છે જયાં તમે રોજ પગલાં માપો છો. તમારી ભૂજાઓ પહાડો જેવી મજબૂત છે જે તમારી આજુબાજુ છે. તમારી ઇચ્છાશકિત આસપાસનાં પર્વતોનાં જેવી અટલ છે.' તેમણે કહ્યું કે,ઙ્ગ 'આપણે એ લોકો છીએ જે વાંસળીવાળા શ્રીકૃષ્ણની પણ પૂજા કરીએ છીએ અને સુદર્શનધારી શ્રીકૃષ્ણને પણ આદર્શ માનીએ છીએ.' આ દરમિયાન પીએમ મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશ આપતા કહ્યું કે, 'વિસ્તારવાદનો યૂગ ખત્મ થઈ ચુકયો છે. આ વિકાસવાદનો યુગ છે.'

લેહની નિમુ પોસ્ટથી પીએમ મોદીએ કહ્યું કે, 'આપણા ત્યાં કહેવામાં આવે છે , વીર ભોગ્ય વસુંધરા. એટલે કે વીર પોતાની શસ્ત્રની તાકાતથી માતૃભૂમિની રક્ષા કરે છે. આ ધરતી વીર ભોગ્ય છે. આની રક્ષા-સુરક્ષાનું આપણું સામર્થ્ય અને સંકલ્પ હિમાલય જેવું ઊંચું છું. આ સામર્થ્ય અને સંકલ્પ હું આજે તમારી આંખો પર, ચહેરા પર જોઇ શકુ છું.'

(4:08 pm IST)