મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

મોદીની એક મુલાકાતથી વિશ્વમાં ૭ સંદેશાઓ ગયાઃ માર્યો માસ્ટરસ્ટ્રોક ચીનને પણ ખબર પડી જશે કે આ ૧૯૬૨નું ભારત નથી કે ચૂપ રહેશે

નવી દિલ્હી, તા.૩: એલએસી પર ભારત અને ચીન વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી દરમ્યાન વડાપ્રધાન મોદીએ લદ્દાખ પહોંચી ફરી એક વખત સૌને ચોંકાવ્યા છે. પીએમની આ લદ્દાખ મુલાકાતનું દ્યણું મહત્વ રહેલું છે. લદ્દાખ પહોંચી પીએમ મોદીએ ચીનને કડક અને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો છે કે ભારત એલએસીનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ પણે કટિબદ્ઘ છે. તો પીએમની આ મુલાકાતથી સેનાના જવાનોનો આત્મવિશ્વાસ પણ વધુ બુલંદ બન્યો છે.

ચીન સૈનિક કાર્યવાહી કરતાં ૧૦ વાર વિચારશે

ભારતીય સેનામાં વધી ગયું મનોબળ

સ્પષ્ટ સંદેશો ગયો ચીનને અવળચંડાઈ કરી તો ભારત વળતો હુમલો કરશે

વિશ્વ સમુદાયને સ્પષ્ટ સંદેશ કે એશિયામાં ચીનની દાદાગીરી ભારત નહીં સહન કરે

ચીનને પણ ખબર પડી જશે કે આ ૧૯૬૨નું ભારત નથી કે ચૂપ રહેશે

મોદીનું વૈશ્વિક નેતાઓમાં કદ વધશે

એશિયામાં ચીન બાદ ભારત એ સૌથી સક્ષમ હોવાનો વિશ્વ સમક્ષ સંદેશો જશે

લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લદ્દાખની સરપ્રાઇઝ વિઝિટ કરી સૌ કોઇને ચોંકાવ્યા છે. પીએમ મોદીના આ પ્રકારે સીધા જ ફ્રન્ટલાઇન પર પહોંચવાથી સેનાના જવાનોનું મનોબળ અને આત્મવિશ્વાસ તો ચોક્કસપણે વધશે. પરંતુ પીએમ મોદીએ લદ્દાખની મુલાકાત લઇ ચીનને કડક સંદેશો પાઠવ્યો છે.

એશિયામાં ચીન બાદ ભારત એ સૌથી સક્ષમ હોવાનો વિશ્વ સમક્ષ સંદેશો જશે

એલએસી પર પ્રવર્તતી તણાવની સ્થિતિ વચ્ચે પીએમે લદ્દાખ જઇ ચીનને સંદેશો આપી દીધો છે કે ભારત એલએસીની સુરક્ષા કરવા માટે પૂરી રીતે કટિબદ્ઘ છે સાથે જ સરદહે ચીનની કોઇ પણ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સંપૂર્ણપણે તૈયાર છે. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ચીનની ઇંચ-ઇંચ આગળ વધવાની કુટિલ ચાલ દક્ષિણ ચીની સમુદ્રમાં તો ચાલી શકે છે. પરંતુ ભારત સામે ચીનની દાળ ગળે તેમ નથી. ભારત ચીનને પાછળ ખદેડવા માટે પૂરી રીતે તૈયાર છે. ભારતે સ્પષ્ટ જવાબ આપ્યો કે અમે સરહદેથી પાછળ નહીં હટીએ. જો ચીનના સૈનિકો એલએસી પર તૈનાત રહેશે તો અમારા સૈનિકો પણ એલએસી પર તૈનાત રહેશે. અમે કોઇ પણ મુદ્દે બાંધછોડ નહીં કરીએ.

પીએમ મોદીએ આ મુલાકાતથી ચીનને એ પણ જણાવી દીધું કે ચીન એક તરફ પોતાના સૈનિકોની સંખ્યા પણ છૂપાવી રહ્યું છે. તો બીજી તરફ સંકટના આ સમયમાં ફકત તે પોતે જ નહિં પરંતુ સમગ્ર દેશ સેના સાથે છે. પીએમ મોદીએ આ મુલાકાતથી ચીનને એ પણ જણાવી દીધું કે ભારત ચીન સાથે વાતચીત કરવા માટે તૈયાર છે પરંતુ ચીનની કોઇ પણ આક્રમક કાર્યવાહીનો ભારત જડબાતોડ જવાબ આપશે. ચીને ભલે પાછળ હટવા માટે સહમતિ દર્શાવી હોય. પરંતુ ભારત ચીનની વાત પર ભરોસો કરી શકે નહી.

સેનાના અધિકારીઓ અને જવાનોના આત્મવિશ્વાસ અને તાકાતમાં ચોક્કસપણે વધારો થશે

બીજી તરફ પીએમ મોદીની આ મુલાકાતથી ફ્રન્ટલાઇન પર તૈનાત સેનાના જવાનોનું મનોબળ પણ વધશે. પીએમની મુલાકાતથી સેનાના અધિકારીઓ અને જવાનોના આત્મવિશ્વાસ અને તાકાતમાં ચોક્કસપણે વધારો થશે કે જેના વડે તે એલએસી પર ચીનનો મુકાબલો કરી શકે.

(4:06 pm IST)