મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

જિયોને બખ્ખા : ઇન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં ૧૮૯૪ કરોડનું રોકાણ કરશે

રોકાણ કરનારી ૧૧મી કંપની : ૦.૩૯ ટકા ભાગ માટે થઇ પાર્ટનરશીપ

નવી દિલ્હી તા. ૩ : અમેરિકાની કંપની ઈન્ટેલ કોર્પોરેશનનું ઈન્વેસ્ટમેન્ટ આર્મ ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સમાં ૧૮૯૪.૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણથી ઈન્ટેલ કેપિટલનો જિયો પ્લેટફોર્મ્સમાં ૦.૩૯ ટકા હિસ્સો થશે. આ માહિતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)એ આપી છે.ઙ્ગ

RILએ આપેલા નિવેદન મુજબ ઈન્ટેલ કેપિટલની સાથે આ ઈન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ જિયો પ્લેટફોર્મ્સના ૪.૯૧ લાખ કરોડ રૂપિયાની ઈકિવટી વેલ્યુ પર થઈ છે. જિયો પ્લેફોર્મ્સની એન્ટપ્રાઈસ વેલ્યુ ૫.૧૬ લાખ કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ રોકાણ દ્વારા ઈન્ટેલ કેપિટલને જિયો પ્લેટફોર્મ્સનો ૦.૩૯ ટકા હિસ્સો ફુલી ડાયલુટિડ આધાર પર આપવામાં આવશે.

RILએ જિયો પ્લેટફોર્મ્સના હિસ્સાના વેચાણથી ૧,૧૭,૫૮૮.૪૫ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે. આ રકમ ૧૧ કંપનીઓના ૧૨ રોકાણ દ્વારા એકત્રિત કરવામાં આવી છે. તેમાં સૌથી મોટું રોકાણ ફેસબુકનું છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મ્સમાં ૯.૯૯ ટકા હિસ્સા માટે ૪૩,૫૭૩.૬૨ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. RILને અત્યાર સુધીમાં જિયો પ્લેટફોર્મ્સથી ૨૫.૦૯ હિસ્સા માટે રોકાણ મળ્યું છે.ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઈકિવટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, અબૂધાબી ઈન્વેસ્ટમેન્ટ, ટીપીજી, એલ કેટરટન, પીઆઈએફ, ઈન્ટેલ કેપિટલ જિયો પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની ડિજિટસ સબસિડિયરી છે.

આ કંપની RIL ગ્રુપના ડિજિટલ બિઝનેસ એસેટ્સ જેવા કે રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ, જિયો એપ્સ અને હેપ્ટિક, રિવાયર, ફાઈન્ડ, નાઉફલોટ્સ, હેથવે અને ડેન સહિત ઘણી અન્ય એન્ટીટીમાં રોકાણનું સંચાલન કરે છે.ઙ્ગ

ઈન્ટેલ કોર્પોરેશન વિશ્વમાં સારી કમ્પ્યુટર ચીપ બનાવવા માટે જાણીતી છે. ઈન્ટેલ કેપિટલ ઈનોવેટિવ કંપનીઓમાં વિશ્વ સ્તરે રોકાણ કરવાની સાથે કલાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 5G જેવા ક્ષેત્રોમાં કામ કરે છે, જયાં જિયો કાર્યરત છે. ઈન્ટેલ છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમયથી ભારતમાં કામ કરી રહી છે. ઈન્ટેલમાં બેંગલુરૂ અને હૈદરાબાદમાં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યાં છે.

(3:46 pm IST)