મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

સિનિયર સિટિઝનો, કોરોનાગ્રસ્તો બેલેટપેપરથી વોટિંગ કરી શકશે

ઇલેકશન કમિશનનો મોટો નિર્ણય

નવી દિલ્હી,તા.૩ :  ૬૫ વર્ષથી વધુ ઉમરના  તથા જેઓ કોરોના-સંક્રમણમાં હોય અથવા કોરોના-પોઝિટિવ હોય એવા લોકો પોતાનો વોટિંગ- અધિકાર નિભાવી શકશે. અત્યાર સુધી બેલટપેપરથી વોટિંગ કરવાની સુવિધા માત્ર પોલીસ અને આર્મીના કર્મચારીઓને આપવામાં આવતી હતી, પણ હવે કોરોના-સંકમિત અને વરિષ્ઠ લોકોને પણ આ સેવાનો લાભ આપવામાં આવશે.

બિહારમાં ચૂંટણીઓ આવી રહી છે. કોરોનાને કારણે રાજકીય કામમાં પણ વિધ્ન આવ્યું હતું જેમાં બેલટપેપરથી વોટિંગ કરવાની સુવિધા સામાન્ય લોકોમાંથી પણ અમુક લોકોને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમાં જે લોકો ૬૫ વર્ષથી વધુની વયના છે અને વોટ કરવા નથી જઈ શકતા તથા જે લોકો કોરોના-સંક્રમિત થયા અને પોઝિટિવ આવ્યા હોય એવા લોકો પણ હવે વોટ કરી શકશે.

અગાઉ ફેબ્રુઆરીમાં દિલ્હી સરકારે ૮૦ વર્ષથી વધુની વય ધરાવતા અને શારીરિક અક્ષમ લોકો માટે બેલટપેપરથી વોટિંગ કરાવ્યું હતું.

(3:10 pm IST)