મુખ્ય સમાચાર
News of Friday, 3rd July 2020

ડિઝાઇનિંગના અભ્યાસ માટે રાજકોટમાં IIDની સ્થાપના

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન : કલાત્મકતાની કારકિર્દીનો ઉઘાડ

રેસકોર્સ રિંગ રોડ પર અત્યાધુનિક સુવિધા સાથે ડિઝાઇનિંગના કોર્ષ : ચાર નવા ડીગ્રી પ્રોગ્રામ્સ પ્રોડકટ ડિઝાઇન, કોમ્યુનિકેશન ડિઝાઇન, ઇન્ટિરીયર ડિઝાઇન, ફેશન ડિઝાઇનનો ઉમેરો

રાજકોટ તા. ૨ : રાજકોટમાં કલાક્ષેત્રના શિક્ષણના દ્વાર ખુલ્યા છે. રેસકોર્સ રીંગ રોડ પર તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઇન-IIDનો પ્રારંભ થયો છે. અત્યાધુનિક સુવિધા સાથે ડિઝાઇનિંગનો સૈધ્ધાંતિક - પ્રાયોગિક અભ્યાસ થઇ શકશે.

પારિવારીક નાતે આ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ લીધી હતી. ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઇનના ડો. મેહુલ રૂપાણી, શ્રી નિયંત ભારદ્વાજ, શ્રી ભૂપત બોદરે જણાવ્યું હતું કે, આ ઇન્સ્ટિટયૂટમાં ડીગ્રી પ્રોગ્રામ્સને સુદીર્ઘ અભ્યાસ અને સંશોધન બાદ ઘડવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન શરૂ થયેલી આ શૈક્ષણિક સંસ્થામાં ડિઝાઇનના ચાર વિશિષ્ઠ ડીગ્રી પ્રોગ્રામ્સ ભણાવવામાં આવે છે, જેમાં પ્રોડકટ ડિઝાઇન, કોમ્યુનિકેશન ડિઝાઇન, ઇન્ટીરીયર ડિઝાઇન અને ફેશન ડિઝાઇનનો સમાવેશ થાય છે.

રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓએ હવે ડિઝાઇનિંગનો અભ્યાસ કરવા માટે મુંબઈ, દિલ્હી, પૂના કે બેંગ્લોર સુધી લાંબુ ન થવું પડે એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન આ ડીગ્રી કોર્સની કોલેજ રાજકોટ ખાતે સ્થપાઈ છે, IID - ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન!

'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન'માં ભણતા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા B.Des. (બેચલર ઓફ ડિઝાઇન – ૪ વર્ષ)ની ડિગ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ડિગ્રી પ્રોગ્રામનો સમયગાળો ચાર વર્ષનો છે. બેચલર ઓફ આર્કિટેકટ, બેચલર ઓફ એન્જિનિયરીંગ કે બેચલર ઓફ સાયન્સની માફક 'બેચલર ઓફ ડિઝાઇન'ના કોર્ષને પણ સંપૂર્ણ વ્યાવસાયિક અભિગમ સાથે ઘડવામાં આવ્યો છે. હોવાનું સંસ્થાના શ્રી નિયંત ભારદ્વાજે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું. શ્રી મેહુલ રૂપાણીએ વિશેષ વિગતો આપી હતી.

પ્રોડકટ ડિઝાઇનિંગ

બાળકને અગર ચિત્ર દોરતા આવડતું હોય તો એનો મતલબ એમ નથી કે, તેને ફાઇન આર્ટ્સ, એન્જિનિયરીંગ અથવા આર્કિટેકચર ઇન્ડસ્ટ્રીમાં જ મોકલી શકાય એમ છે. પ્રોડકટ ડિઝાઇનિંગ એક એવો કોર્ષ છે, જેમાં વિદ્યાર્થીની ચિત્ર દોરવાની આવડતને પ્રોફેશનમાં તબદિલ કરી શકવાની સંભાવના છે.

પ્રોડકટ ડિઝાઇનર તરીકે આપ સેમસંગ, વર્લપૂલ, એલ.જી., એપલ, હ્યુન્ડાઈ કાર વગેરે જેવી કંપનીઓ સાથે કામ કરી શકો છો, જે ઇન્ડિયન અને ગ્લોબલ સ્તર પર ખ્યાતિ ધરાવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન પોતાના વિદ્યાર્થીઓને આપે છે, રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ! જેના થકી સ્ટુડન્ટ 'પ્રોડકટ ડિઝાઇન'ના ડિગ્રી પ્રોગ્રામ બાદ પોતાની મનગમતી કંપની તથા ક્ષેત્રમાં કારકિર્દી ઘડી શકવા માટે સક્ષમ બને છે.

ફેશન ડિઝાઇનિંગ

NID (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન), NIFT (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી), MIT (મહારાષ્ટ્ર ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, પૂના), Symbiosis (પૂના) વગેરે જેવી ઉચ્ચસ્તરીય ફેશન ઇન્સ્ટિટ્યુટ્સને સમકક્ષ કહી શકાય એવી 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન'હવે સૌરાષ્ટ્રના આંગણે રાજકોટ ખાતે સ્થપાઈ છે.

ફેશન ડિઝાઇનરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદની કારકિર્દી અહીં આપેલા ક્ષેત્રોમાં ઘડીને ઊંચા પેકેજની નોકરી મેળવી શકાય છે અથવા પોતાની અલગ બ્રાન્ડ પણ શરૂ કરી શકાય છે : (૧) ફેશન સ્ટાઇલિસ્ટ (૨) એપરલ ડિઝાઇનર (૩) મર્ચન્ડાઇઝ ડિઝાઇનર (૪) એસ્સેસરી ડિઝાઇનર (૫) ટેકસ્ટાઇલ ડિઝાઇનર (૬) કેડ (CAD) ડિઝાઇનર (૭) ફેશન કોરિયોગ્રાફર (૮) લાઇફસ્ટાઇલ ડિઝાઇનર (૯) ફેશન ટ્રેન્ડ અને ફોરકાસ્ટ એનેલિસ્ટ. સૌરાષ્ટ્ર તથા રાજકોટના બાર ધોરણ પાસ કરનાર કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ફેશન ડિઝાઇન ક્ષેત્રમાં કરિયર બનાવવાની આ ઉત્ત્।મ તક છે.

ઇન્ટિરિયર ડિઝાઇનિંગ

કોર્પોરેટ ઓફિસ અથવા જગ્યાની લાઇટિંગ, કલર સ્કિમ, ફર્નિશિંગ, ફિટિંગ જેવા પરિબળો પર મોટી મોટી કંપનીઓ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે, કારણકે આ એ જગ્યા છે જયાં તેઓના કર્મચારીઓ ભવિષ્યમાં કામ કરશે, આથી એમનો ઉત્સાહ જળવાઈ રહે એવા પ્રકારનું ઇન્ટિરિયર બનાવવું અત્યંત જરૂરી છે. આવા સમયે ઇન્ટિરિયર ડિઝાઇનર પોતાની કલાત્મક અને સર્જનાત્મક સૂઝથી કોઈપણ જગ્યાને કમ્ફર્ટેબલ બનાવી શકે છે.

ઇન્ટિરિયર ડિઝાઇનનો અભ્યાસ પૂર્ણ થયા બાદની કારકિર્દી અહીં આપેલા ક્ષેત્રોમાં ઘડી શકવી સંભવ છે : (૧) બિલ્ડિંગ સ્પેસ પ્લાનર (૨) હોમ અથવા કમર્શિયલ ડેકોરેટર (૩) લેન્ડસ્કેપ આર્કિટેકટ (૪) ઇન્ટિરિયર ડિઝાઇન પ્રોજેકટ મેનેજર (૫) ઓફિસ સ્પેસ પ્લાનર (૬) સિટી પ્લાનર (૭) રીટેઇલ સ્પેસ પ્લાનર (૮) સ્પેસ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ (૯) ઓટો કેડ (CAD) ડિઝાઇનર.

કમ્યુનિકેશન ડિઝાનિંગ

ઇલેકટ્રોનિક, પ્રિન્ટ, ડિજિટલ અને મોબાઇલ જેવાં માધ્યમો થકી ઇન્ફર્મેશન ડેવલપમેન્ટ અને ડિઝાઇનનો બ્રિજ જોડવા માટે કમ્યુનિકેશન ડિઝાઇન ઉપયોગી છે. આજે કમ્યુનિકેશન ડિઝાઇન પોતાના ગ્રાહકોને ગ્રાફિક ડિઝાઇન, આઇડેન્ટિટી ડિઝાઇન, એનિમેશન, વીડિયો ગેમ, વિઝયુઅલ કમ્યુનિકેશન ડિઝાઇન, યુઝર ઇન્ટરેકશન અને એકસપિરિયન્સ ડિઝાઇન સ્વરૂપે જુદી જુદી સેવાઓ પૂરી પાડી રહ્યું છે.

કમ્યુનિકેશન ડિઝાઇનનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદની કારકિર્દી અહીં આપેલા જુદા જુદા ક્ષેત્રોમાં ઘડી શકવી સંભવ છે : (૧) ગ્રાફિક ડિઝાઇનર (૨) યુઝર ઇન્ટરફેસ ડિઝાઇનર (૩) યુઝર એકસપિરિયન્સ ડિઝાઇનર (૪) મોબાઇલ એપ્લિકેશન ડિઝાઇનર (૫) વેબ-ડિઝાઇનર (૬) એનિમેટર (૭) ગેમ ડિઝાઇન આર્ટિસ્ટ (૮) વિઝયુઅલ કમ્યુનિકેટર (૯) થ્રી-ડી આર્ટિસ્ટ્સ.

સફળ કમ્યુનિકેશન ડિઝાઇનર તરીકે આપ નેશનલ-ઇન્ટરનેશનલ કંપનીઓ સાથે જોડાઈને કામ કરી શકો છો : ડિઝની, એમેઝોન પ્રાઇમ, એપલ, નેટફિલકસ, યુનિટી, પેન્ગ્વિન વગેરે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનમાં એડમિશન લેવા માટે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સાથે બારમું ધોરણ પાસ કર્યા બાદ કોઇ પણ વિદ્યાર્થી ડિઝાઇનિંગ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે લાયક થઈ જાય છે તેમ સંસ્થાના શ્રી ભૂપત બોદરે કહ્યું હતું.

ચારમાંથી કોઇ પણ કોર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં એકસરખું ભણતર આપવામાં આવશે. તેનું કારણ એ છે કે જુદા જુદા ક્ષેત્રોમાંથી આવ્યા હોવાને કારણે આ વિદ્યાર્થીઓને ડિઝાઇન કોર્ષની એક કોમન સમજ આપવી જરૂરી છે. એમના પોતપોતાના ક્ષેત્રોમાં નિષ્ણાંત બનાવવા માટેના ખાસ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રથમ વર્ષ બાદ બાકીના ત્રણ વર્ષો દરમિયાન ભણાવવામાં આવશે.    તેમ શ્રી નિયંત ભારદ્વાજે કહ્યું હતું.

ડિઝાઇનિંગ ક્ષેત્રે રાજકોટમાંથી જ નહીં, પરંતુ અમદાવાદ, મુંબઈ, પૂના, બેંગલોર અને દિલ્હીથી પણ ફેકલ્ટી મેમ્બર્સ (પ્રધ્યાપકો)ને બોલાવવામાં આવશે, જેઓ 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન'માં ભણતાં વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનું જ્ઞાન અને અનુભવ વહેંચશે. તેમ શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની લંબાણ વાતચીતમાં ડો. મેહુલ રૂપાણીએ કહેલ.

અમદાવાદ પાસે મુખ્યત્વે આઠ, મુંબઈ પાસે પાંચ, પૂના પાસે મુખ્યત્વે ચાર ડિઝાઇન સ્કૂલ્સ છે. પરંતુ પ્રગતિશીલ સૌરાષ્ટ્રમાં આવી કોઈ ડિઝાઇન સ્કૂલ કેમ નથી એ પ્રશ્નનો જવાબ અત્યારસુધી આપણી પાસે નહોતો. પરંતુ હવે રાજકોટ-સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે પોતીકી કહી શકાય એવી ડિઝાઇન સ્કૂલનો શુભારંભ થઈ ચૂકયો છે.

સારું ચિત્ર દોરી શકતો માણસ પ્રોડકટ ડિઝાઇનર બની શકે છે. મોબાઇલ, ટીવી, લેપટોપથી શરૂ કરીને એનિમેશન, વીએફએકસ તેમજ સમગ્ર મીડિયા ઇન્ડસ્ટ્રીનો સમાવેશ કમ્યુનિકેશન ડિઝાઇનિંગમાં કરી શકાય. સ્ટાઇલિંગ અને ફેશન સેન્સ ધરાવતાં વિદ્યાર્થીઓ ફેશન ડિઝાઇનિંગમાં કારકિર્દી ઘડી શકે છે. ઘર અથવા ઓફિસ કે રેસ્ટોરાંનું સુશોભન કરવા માંગતી વ્યકિત ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ક્ષેત્રે કરિયર બનાવી શકે છે.

સૌરાષ્ટ્ર તથા રાજકોટના બાર ધોરણ પાસ કરનાર કોઈ પણ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ માટે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન, કમ્યુનિકેશન ડિઝાઇન અને પ્રોડકટ ડિઝાઇન જેવા ક્ષેત્રોમાં કરિયર બનાવવાની આ ઉત્ત્।મ તક છે. આથી તમામ વિદ્યાર્થીમિત્રો અને વાલીઓને IID આમંત્રણ આપે છે કે ડિઝાઇન કોર્ષમાં પ્રવેશ મેળવી સફળ ક્રિયેટિવ કારકિર્દીના પાયાનું ચણતર થઇ શકે છે. તેમ ડો. મેહુલ રૂપાણી, શ્રી નિયંત ભારદ્વાજ અને શ્રી ભૂપત બોદર કિરીટભાઇ સાથેની સંસ્થા અંગેની વિશદ છણાવટ દરમિયાન જણાવેલ.

અકિલાના મોભી અને અકિલા લાઇવ ફેસબુક બ્રેકીંગ ન્યુઝમાં દરરોજ બપોરે ૧ વાગે લાઇવ ન્યુઝથી સમગ્ર દેશ-વિદેશના હજારો - લાખો અકિલા પ્રેમીઓમાં છવાઇ ગયેલા શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની આ મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્ર ભાજપના અગ્રીમ હરોળના નેતા શ્રી નિતીન ભારદ્વાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરોમાં નજરે પડે છે. તસ્વીરમાં ડો. મેહુલ રૂપાણી, શ્રી નિયંત ભારદ્વાજ, શ્રી ભૂપત બોદર, શ્રી જૈમીન બોદર કિરીટભાઇને આવકારી રહેલા અને આઇઆઇડી - રાજકોટમાં અપાનાર સુવિધા અંગે વિગતો આપી રહેલા નજરે પડે છે.

ધો. ૧૨ બાદ પ્રવેશ મેળવી શકાય

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન માં એડમિશન લેવા માટે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સાથે બારમું ધોરણ પાસ કર્યા બાદ કોઇ પણ વિદ્યાર્થી ડિઝાઇનિંગ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે લાયક થઈ જાય છે.

ચારમાંથી કોઇ પણ કોર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને પહેલા વર્ષમાં એકસરખું ભણતર આપવામાં આવશે. તેનું કારણ એ છે કે જુદા જુદા ક્ષેત્રોમાંથી આવ્યા હોવાને કારણે આ વિદ્યાર્થીઓને ડિઝાઇન કોર્ષની એક કોમન સમજ આપવી જરૂરી છે. એમના પોતપોતાના ક્ષેત્રોમાં નિષ્ણાંત બનાવવા માટેના ખાસ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રથમ વર્ષ બાદ બાકીના ત્રણ વર્ષો દરમિયાન ભણાવવામાં આવશે.  

માહિતી માટે સંપર્ક

Mo. : 6355453195 / 92656 05652

Website : www.iiddesign.com

E-mail ID : enquiryiidrajkot@gmail.com

Facebook : www.facebook.com/IID.Rajkot

Instagram : www.instagram.com/iid_rajkot

એડ્રેસ :પહેલો માળ, જે.પી.સેફાયર, રેસકોર્ષ, રાજકોટ-૩૬૦૦૦૧ વિદ્યાર્થી તેમજ વાલી, સવારે ૯ થી સાંજે ૭ વાગ્યા દરમિયાન રજીસ્ટ્રેશન તથા પૂછપરછ માટે કોલેજ આવી શકે છે, તેમ ઇન્સ્ટિટયૂટના ડો. મેહુલભાઈ રૂપાણી -ડિરેકટર IID (મો.૯૪૨૭૨ ૨૦૯૯૭), શ્રી નિયંતભાઈ ભારદ્વાજ - ડિરેકટર IID (મો. ૬૩૫૫૪ ૫૩૧૯૫),

શ્રી ભુપતભાઈ બોદર - ડિરેકટર IID (મો. ૯૮૨૫૦ ૪૬૭૫૯) એ જણાવ્યું હતું.

(1:31 pm IST)